Monday, 31 August 2026
  • Home  
  • Bollywood : ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી ૧૦% પ્રોફિટ શૅર માગવાના દાવા પર દીપિકા પાદુકોણનો પરોક્ષ કટાક્ષ
- મનોરંજન

Bollywood : ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી ૧૦% પ્રોફિટ શૅર માગવાના દાવા પર દીપિકા પાદુકોણનો પરોક્ષ કટાક્ષ

દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણના બહાર નીકળવાના સમાચાર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે દીપિકાએ ફિલ્મમાં કામ કરવા માટે તેની ફી ઉપરાંત ૧૦ ટકા પ્રોફિટ શેરિંગની માંગણી કરી હતી, […]

દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણના બહાર નીકળવાના સમાચાર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે દીપિકાએ ફિલ્મમાં કામ કરવા માટે તેની ફી ઉપરાંત ૧૦ ટકા પ્રોફિટ શેરિંગની માંગણી કરી હતી, જેના કારણે આ સોદો થઈ શક્યો નહોતો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

એક તેલુગુ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડીએ દીપિકાના પ્રોજેક્ટમાંથી બહાર થવાના કારણો આપ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દીપિકાએ પોતાની નિયમિત ફી ઉપરાંત ફિલ્મના નફામાંથી ૧૦% હિસ્સો માંગ્યો હતો. તેમણે જણાવ્યું કે દીપિકાના વર્કિંગ અવર્સ (ટાઇમિંગ) અને ફીના કારણે ફિલ્મનું બજેટ ખોરવાઈ રહ્યું હતું. પ્રોડક્શન હાઉસ માટે આ આર્થિક ગણતરીઓ અનુકૂળ ન આવતા, તેમણે અન્ય અભિનેત્રીઓની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો.

દીપિકા પાદુકોણે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવાને બદલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ‘લાઈક’ કરીને આ વિવાદમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. આ સમગ્ર વિવાદ અને ટ્રોલિંગ વચ્ચે હવે દીપિકા પદુકોણે મૌન રહીને પણ પરોક્ષ રીતે કડક પ્રતિક્રિયા આપી છે. અહેવાલો મુજબ, દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ લાઈક કરી છે જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષ અને સ્ત્રી કલાકારો વચ્ચે રાખવામાં આવતા ભેદભાવ અને ડબલ સ્ટેન્ડર્ડ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ફેન્સના મતે, આ પોસ્ટે લાઈક કરીને દીપિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની માંગણીઓને લઈને બિલકુલ સ્પષ્ટ છે અને તે ઇન્ડસ્ટ્રીના પુરુષપ્રધાન વલણ સામે ઝૂકવા તૈયાર નથી.

તે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, જ્યારે કોઈ પુરુષ કલાકાર દાયકાઓથી પ્રોફિટ શેરિંગ માંગે છે ત્યારે તેને તેમનો હક માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ મહિલા કલાકાર પોતાની યોગ્યતા મુજબ તે જ માંગણી કરે છે ત્યારે તેને ન્યૂઝ બનાવીને વિવાદ ઊભો કરવામાં આવે છે. પોસ્ટમાં પ્રણય વાંગાના નિવેદનની ટીકા કરતા વધુમાં જણાવાયું હતું કે દીપિકાની આ માંગણી પર જે રીતે હંગામો મચાવવામાં આવી રહ્યો છે તે દર્શાવે છે કે આ એક પુરુષ અહંકાર (male-ego) નો ક્રાઈસિસ છે, જ્યાં એક મહિલાના ઇનકારને પચાવી શકાતો નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રણય રેડ્ડી વાંગાએ એક તેલુગુ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કથિત રીતે જણાવ્યું હતું કે દીપિકાની ફી, ટાઈમિંગ અને ૧૦ ટકા નફાની માંગણીઓને કારણે ફિલ્મનું બજેટ ખોરવાઈ રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દીપિકા પોતાની ઈચ્છા મુજબ માંગણી કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ પ્રોડક્શન હાઉસના આર્થિક ગણિત સેટ ન થતા તેમણે અન્ય વિકલ્પો વિચારવાનું શરૂ કર્યું હતું. જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ પણ દીપિકાએ અધિકૃત રીતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની આ પ્રતિક્રિયા ભારે વાયરલ થઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic