Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર જ્વેલર્સ શોપમાં ભીષણ આગ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર જ્વેલર્સ શોપમાં ભીષણ આગ

વડોદરા: દિવાળીના તહેવારોની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં આગના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી એક બિલ્ડિંગના બીજા માળે સોનાના દાગીના બનાવતી જ્વેલર્સ શોપ (યશોદા જવેલર્સ)ના પાછળના ભાગમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોત્રી-સેવાસી રોડ પરના રોમા એમ્પોરિયમ કોમ્પ્લેક્સમાં આ […]

વડોદરા: દિવાળીના તહેવારોની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં આગના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી એક બિલ્ડિંગના બીજા માળે સોનાના દાગીના બનાવતી જ્વેલર્સ શોપ (યશોદા જવેલર્સ)ના પાછળના ભાગમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગોત્રી-સેવાસી રોડ પરના રોમા એમ્પોરિયમ કોમ્પ્લેક્સમાં આ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ લાગવાની જાણ થતાં જ વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આ આગ સોનું ઓગાળવાની પ્રક્રિયા (Process) દરમિયાન ચીમની પાસે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, જ્વેલર્સ શોપના માલિક પ્રવીણભાઈ સોનીએ જણાવ્યું હતું કે તેમને આગ લાગવાનું ચોક્કસ કારણ ખબર નથી, પરંતુ પાછળના ભાગે શોર્ટ સર્કિટ અથવા તો ACના કોમ્પ્રેસરને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.

માલિક પ્રવીણભાઈએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને કોલ કરતાં ગણતરીના સમયમાં ફાયર ટીમ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે પહેલાં ફાયર સાધનો વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વીજ પ્રવાહ ચાલુ હોવાથી પાછળના ભાગેથી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

આ એક માત્ર ઘટના નથી. છેલ્લા બે દિવસમાં વડોદરા શહેરમાં આગના અન્ય બે બનાવો પણ નોંધાયા છે:

૧. ખોડિયારનગર: આ વિસ્તારમાં આવેલ ગાયત્રી ફર્નિચરની દુકાનમાં આગ લાગી હતી. અનુમાન છે કે મંદિરમાં પ્રગટાવેલ દીવાને કારણે આ આગ ભભૂકી ઉઠી હતી. પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે પહોંચીને મોટું નુકસાન અટકાવ્યું હતું.

૨.અમદાવાદી પોળ: શહેરના અમદાવાદી પોળ વિસ્તારમાં આવેલ એક મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જોકે અહીં પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું.

તહેવારોમાં દીવા, શોર્ટ સર્કિટ અને ફટાકડાને કારણે આગના બનાવોમાં વધારો થતો હોવાથી નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic