Thursday, 3 September 2026
  • Home  
  • ગ્રીન સ્ક્રીન અને AI નો અનોખો જાદુ : ભરૂચના શિક્ષિકા હેતલબહેન રાણાને મળશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૬’!
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

ગ્રીન સ્ક્રીન અને AI નો અનોખો જાદુ : ભરૂચના શિક્ષિકા હેતલબહેન રાણાને મળશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૬’!

ગાંધીનગર: ભરૂચ જિલ્લાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં જ્યારે નાની દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી રહીને આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજીમાં બોલે છે અને અભિનય કરે છે, ત્યારે ત્યાં પરંપરાગત શિક્ષણનું નવું ડિજિટલ સ્વરૂપ જોવા મળે છે. થોડી જ વારમાં AI અને વીડિયો એપની મદદથી આ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે અથવા કોઈ સુંદર લોકેશન પર જોવા મળે […]

ગાંધીનગર: ભરૂચ જિલ્લાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં જ્યારે નાની દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી રહીને આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજીમાં બોલે છે અને અભિનય કરે છે, ત્યારે ત્યાં પરંપરાગત શિક્ષણનું નવું ડિજિટલ સ્વરૂપ જોવા મળે છે. થોડી જ વારમાં AI અને વીડિયો એપની મદદથી આ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે અથવા કોઈ સુંદર લોકેશન પર જોવા મળે છે. દીકરીઓનો અંગ્રેજી ભાષા પ્રત્યેનો ડર દૂર કરીને શિક્ષણમાં ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરનાર ભાષા-શિક્ષિકા હેતલ રાણાની વર્ષ ૨૦૨૬ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ (State Best Teacher Award 2026) માટે પસંદગી કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં હેતલબહેને દીકરીઓમાં અંગ્રેજી બોલવાનો સંકોચ દૂર કરવા એક અનોખો પ્રયોગ શરૂ કર્યો. તેમણે વર્ગખંડના એક ખૂણાને ‘નાનકડા ફિલ્મ સ્ટુડિયો’માં ફેરવી નાખ્યો અને ગ્રીન સ્ક્રીન લગાવી. Plotagon, Arloopa અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરી કાર્ટૂન પાત્રો કે આકર્ષક દ્રશ્યો ઉમેરવામાં આવ્યા. દીકરીઓ માટે અંગ્રેજી બોલવું હવે ગોખણપટ્ટી કે પ્રશ્નોના જવાબ આપવા જેવું ન લાગતાં એક રમત અને અભિનયનો ઉત્સાહજનક ભાગ બની ગયું.

હેતલબહેને શિક્ષણ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવવા માટે અન્ય ડિજિટલ પ્રયોગો પણ હાથ ધર્યા છે:

પ્રયોગ / સાધનશૈક્ષણિક ઉપયોગિતા અને અસર
Wordwall & AI Gamesવિષય આધારિત રમત બનાવવામાં અગાઉ કલાકો લાગતા હતા, જે હવે AI ના ઉપયોગથી માત્ર એક જ મિનિટમાં તૈયાર થાય છે.
FLN ડિજિટલ ગેમ્સ‘ક’ થી ‘જ્ઞ’ ના મૂળાક્ષરો માટે રમતો અને સ્પર્ધા પ્રોત્સાહિત કરવા ‘લીડર બોર્ડ’ ની સુવિધા.
શિક્ષક તાલીમ અને સામયિકોDIET માસ્ટર ટ્રેનર્સ માટે કન્ટેન્ટ, GCERT ના ‘જીવન શિક્ષણ’ માં ૩ લેખ અને DIKSHA એપ પર ભરૂચની લોકબોલીનો કોર્સ.

બે દાયકાની શિક્ષણયાત્રા પૂર્ણ કરનાર હેતલબહેને પોતાના માતાની પ્રેરણાથી શિક્ષક બનવાનું સપનું સેવ્યું હતું. તેમણે ૨૦૦૭માં નેત્રંગ તાલુકાની કન્યા શાળાથી વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કરી અને બાદમાં અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ અંગે વાત કરતાં હેતલબહેન જણાવે છે કે, “આજે AI નો યુગ છે. જો ટેકનોલોજીની મદદથી કામ ઝડપી અને ગુણવત્તાયુક્ત થઈ શકતું હોય, તો તેનો સકારાત્મક રીતે સ્વીકાર કરવો જોઈએ. AI ક્યારેય શિક્ષકનો વિકલ્પ બની શકે નહીં, પરંતુ તે શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકો માટે અનુકૂળ બનાવવાનું ઉત્તમ સાધન છે.”

માત્ર વર્ગખંડ જ નહીં, પરંતુ ગ્રામજનો અને વિદેશી એનઆરઆઈના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, શેડ નિર્માણ અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરીને તેમણે શાળાના સર્વાંગી વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic