Monday, 2 November 2026

Tag: Gujarat News

ગુજરાત મધ્ય ગુજરાત

રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ વડોદરા SSGH ના સાઇકાઇટ્રિક વિભાગના એસો. પ્રોફેસરની તાત્કાલિક બદલી!

વડોદરા: વડોદરાની પ્રસિદ્ધ SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આકસ્મિક (સરપ્રાઈઝ) વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડૉક્ટરો તરફથી મળેલી ગંભીર ફરિયાદો પર રાજ્ય સરકારે તાત્કાલિક અને દાખલારૂપ કડક કાર્યવાહી કરી છે. સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોના શારીરિક-માનસિક શોષણ અને હેરાનગતિના ગંભીર આક્ષેપો સામે આવતાં જ આરોગ્ય મંત્રીએ ત્વરિત પગલાં ભરીને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ગ્રીન સ્ક્રીન અને AI નો અનોખો જાદુ : ભરૂચના શિક્ષિકા હેતલબહેન રાણાને મળશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૬’!

ગાંધીનગર: ભરૂચ જિલ્લાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં જ્યારે નાની દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી રહીને આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજીમાં બોલે છે અને અભિનય કરે છે, ત્યારે ત્યાં પરંપરાગત શિક્ષણનું નવું ડિજિટલ સ્વરૂપ જોવા મળે છે. થોડી જ વારમાં AI અને વીડિયો એપની મદદથી આ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે અથવા કોઈ સુંદર લોકેશન પર જોવા મળે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના તમામ હેલીપેડ રહેશે સતત ‘ઓપરેશનલ’, દર ૩ મહિને સરપ્રાઈઝ ચેકિંગ!

ગાંધીનગર, ૦૩ સપ્ટેમ્બર: રાજ્યમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને વડાપ્રધાન તથા મુખ્યમંત્રી જેવા મહાનુભાવોની વીઆઈપી મૂવમેન્ટ વખતે હેલીપૅડની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. આવી કટોકટીની ક્ષણોમાં સમયનો વ્યય ન થાય અને તાત્કાલિક ધોરણે એર-લિફ્ટિંગ કે લેન્ડિંગ શક્ય બને તે માટે ગુજરાત સરકારે એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

મહેસૂલી સેવાઓનો ઉપયોગ કરતા નાગરિકો ખાસ નોંધ લે : ઈ-ધરા, iORA અને AnyROR પોર્ટલ ૨ થી ૬ સપ્ટેમ્બર સુધી રહેશે બંધ!

ગાંધીનગર: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત ડિજિટલ પોર્ટલ્સનો ઉપયોગ કરતા નાગરિકો, ખેડૂતો અને જમીન-મિલકતના લે-વેચ સાથે સંકળાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહેસૂલી સેવાઓની ટેકનિકલ કામગીરી અને સિસ્ટમ અપગ્રેડેશન/મેન્ટેનન્સ અર્થે રાજ્યના મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ ઈ-ધરા (E-Dhara), iORA, AnyROR અને ગરવી (GARVI) પોર્ટલ પરની કામગીરી આગામી ૬ સપ્ટેમ્બર સુધી કામચલાઉ ધોરણે સ્થગિત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના અર્થતંત્રનો ડંકો : GST કલેક્શનમાં ૨૮% નો વિરાટ ઉછાળો, કેબિનેટ બેઠકમાં ઓછા વરસાદ વાળા વિસ્તારો માટે તંત્રને એલર્ટ કરાયું!

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા રાજ્યના આર્થિક વિકાસના નવા આંકડા અને વરસાદની વર્તમાન સ્થિતિ અંગે લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપી હતી. વૈશ્વિક મંદી અને પડકારો વચ્ચે પણ ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૮ ટકા નોંધાયો છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના સફળ ૧૯ વર્ષ પૂર્ણ, ૧.૯૬ લાખ કરોડથી વધુ નાગરિકોની મદદ, ૧૯.૬૬ લાખથી વધુ જિંદગીઓ બચાવી!

ગાંધીનગર: કોઈપણ ઈમરજન્સી કે અકસ્માત વખતે ગુજરાતના નાગરિકોના મોઢે પહેલો શબ્દ ‘૧૦૮’ નીકળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિઝનથી ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ વાવેલો આ નાનો છોડ આજે ૧૯ વર્ષ બાદ એક વટવૃક્ષ બની ચૂક્યો છે. ગુજરાતની ‘૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ’ એ સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ ૧૯ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

FDCA ની કડક કાર્યવાહી, ૫૦ દવા પેઢીઓના લાયસન્સ રદ અને રૂ. ૯૩ લાખનો ખાદ્ય જથ્થો જપ્ત!

ગાંધીનગર: રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વો અને નકલી ઔષધ કેમિકલ ગિરોહ સામે ગુજરાત સરકાર ‘ઝીરો ટોલરન્સ’ (Zero Tolerance) નીતિ અપનાવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ (FDCA) દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં હોટફિક્સ કચરાનો આવશે કાયમી ઉકેલ: મંત્રી પ્રફુલ પાનશેરીયાની SMC અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક

સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા હોટફિક્સ (Hotfix) અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ અંગે સર્જાયેલી સમસ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અત્યંત સક્રિય બન્યા છે. પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા ટેક્સટાઇલ અને નાના ગૃહ ઉદ્યોગ ધરાવતા વિસ્તારોમાં આ કચરાના નિકાલની મુશ્કેલીઓ ધ્યાને આવતાં, […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય : ગુજરાતમાં ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે ૧૦૦% રાષ્ટ્રીય કૅમ્પ ભથ્થું

ગાંધીનગર: રાજ્યના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશસેવાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે NCC (નેશનલ કૅડેટ કૉર્પ્સ)ના કૅડેટ્સના હિતમાં એક ઐતિહાસિક અને સમાન તક આપતો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવેથી સરકારી શાળા-કૉલેજોની જેમ જ ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ […]

દેશ-દુનિયા

હિમાચલમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા બાઇકરને ‘દુપટ્ટા’ની દોરડી બનાવી બચાવ્યો!

ચંબા (હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી માનવતા અને હિંમતનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. બેનીખેટના તુનુહટ્ટી-કાકરા માર્ગ પર આવેલ કમલાડી પાસે મુશળધાર વરસાદને કારણે રસ્તા પર પૂરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ ભયાનક પાણીના પ્રવાહમાં એક બાઇકચાલક તણાઈ જવાના આરે હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક નવપરિણિત યુગલ અને તેમના પરિવારે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic