Monday, 21 September 2026
  • Home  
  • ગાંધીનગરમાં ‘WCEF–૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, સોમનાથ મંદિર બન્યું વિશ્વ માટે સર્ક્યુલર ઇકોનોમીનું રોલ મોડેલ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ

ગાંધીનગરમાં ‘WCEF–૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, સોમનાથ મંદિર બન્યું વિશ્વ માટે સર્ક્યુલર ઇકોનોમીનું રોલ મોડેલ!

ગાંધીનગર: દક્ષિણ એશિયામાં સર્વપ્રથમ વાર આયોજિત પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ ની ૧૦મી આવૃત્તિનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં આ વૈશ્વિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય મહાકુંભમાં વિશ્વના ૬૬ દેશોમાંથી ૨,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓ, ૨૦૦ થી […]

ગાંધીનગર: દક્ષિણ એશિયામાં સર્વપ્રથમ વાર આયોજિત પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ ની ૧૦મી આવૃત્તિનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં આ વૈશ્વિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય મહાકુંભમાં વિશ્વના ૬૬ દેશોમાંથી ૨,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓ, ૨૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ૫૫ વિદેશી વક્તાઓ સહભાગી થઈ રહ્યા છે. આ પ્રસંગે ગ્રીન ઇનોવેશન્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને દર્શાવતા ૧૨૫ થી વધુ સ્ટોલ્સ ધરાવતા વિશેષ ‘સર્ક્યુલરિટી એક્સ્પો’ નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, પરંતુ આપણને ગ્રોથ સાથે ગ્રીનરી, ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી અને પ્રોસ્પેરિટી સાથે સસ્ટેનેબિલિટી જોઈએ છે. તેમણે સર્ક્યુલર ઇકોનોમીના અનોખા ઉદાહરણ તરીકે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. સોમનાથ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા દૂધ અને જળના અભિષેકને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે પુનઃઉપયોગમાં લેવાય છે. ઉપરાંત, ફૂલ-બિલીપત્રમાંથી જૈવિક ખાતર અને પ્લાસ્ટિકના કચરામાંથી પેવર બ્લોક્સ બનાવીને સ્થાનિક મહિલા સખી મંડળોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, સર્ક્યુલર ઇકોનોમી ભારતીય સંસ્કૃતિનો સદીઓ જૂનો અભિન્ન હિસ્સો રહી છે. “વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુનઃઉપયોગ” એ ભારતીય જીવનશૈલીનો સહજ મંત્ર છે. મંત્રીએ ઉમેર્યું કે આ ફોરમનો અર્થ માત્ર કચરાના રિસાયક્લિંગ પૂરતો સીમિત નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સંસાધનોની બચત કરવાનો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પણ મહત્વનો દાવો કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલરથી વધુ થશે અને તેનાથી આશરે ૧ કરોડ નવી રોજગારીની તકો ઊભી થશે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ફિનલેન્ડના રાજદૂત મિકો કિવિકોસ્કી અને નેધરલેન્ડ્સના આબોહવા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મરિકી સ્પાઈકરબોરે પણ હાજરી આપીને વૈશ્વિક સહયોગ પર ભાર મૂક્યો હતો. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલનારા આ ચાર દિવસીય આયોજનમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, CPCB, ગુજરાત સરકાર અને ફિનલેન્ડના ‘સિત્રા’ (Sitra) ના સંયુક્ત ઉપક્રમે અનેક નીતિ વિષયક ચર્ચા-સત્રો યોજાશે. આ વૈશ્વિક મંચ દ્વારા ગુજરાત સમગ્ર વિશ્વમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વિકાસ અને સસ્ટેનેબિલિટીનું નવું કેન્દ્ર બનીને ઊભરી આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic