Monday, 31 August 2026

Tag: Gujarat

ગુજરાત દક્ષિણ ગુજરાત

સાગબારા-ઉમરપાડા જમીન વિવાદનો આવ્યો સુખદ અંત, મંત્રીઓ અને સાંસદના હસ્તે પારણા કરી આદિવાસીઓએ ધરણા આટોપ્યા!

સુરત / નર્મદા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ તેમજ હક-અધિકારો અંગે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી શાંતિપૂર્ણ ઉકેલ આવી ગયો છે. ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની હાજરીમાં આયોજિત બેઠક બાદ, ઉપવાસ પર બેઠેલા તમામ આંદોલનકારી […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના દિલ્હી ખાતેથી શ્રીગણેશ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન!

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી વિકાસની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા, ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ના પ્રમોશનલ કાર્યક્રમ ‘કર્ટેન રેઈઝર’ (Curtain Raiser) નું નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને ઇન્વેસ્ટર્સને ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર વધુ એક વર્ષનો પ્રતિબંધ, ૧૩ સપ્ટેમ્બરથી થશે અમલ!

ગાંધીનગર: રાજ્યના નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને કેન્સર જેવા જીવલેણ રોગોથી જનતાને બચાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા તેમજ પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદનો વિરામ લંબાશે : આખું સપ્તાહ ભારે વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગે કરી આગાહી!

અમદાવાદ: ગુજરાતમાં વિતેલા સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારે વરસાદનો કોઈ મોટો સ્પેલ જોવા મળ્યો નથી. રાજ્યમાં માત્ર થોડા સ્થળોએ હળવા છાંટા કે હળવો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં પણ રાજ્યમાં આવી જ હવામાન સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, આગામી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં રૂ. ૪૦ લાખની મહાઠગાઈ : દક્ષિણ ભારતના ૧૨ વેપારીઓ અને દલાલે કરી વિશ્વાસઘાત

સુરત: કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફરી એકવાર લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ૧૨ વેપારીઓએ એક સ્થાનિક કાપડના દલાલ સાથે મળીને સુરતની ટેક્સટાઈલ ફર્મને રૂ. ૩૯.૫૧ લાખનો ચૂનો લગાવ્યો છે. બનાવ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દલાલ સહિત ૧૩ શખ્સો સામે ઠગાઈ અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધવામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના માછીમારો પ્રથમવાર વાપરશે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’, ૨૦.૯૬ કરોડના ખર્ચે વિનામૂલ્યે કરાશે વિતરણ!

ગાંધીનગર: દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહેલું ગુજરાત રાજ્ય હવે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સીફૂડ વેપારમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ (PMMSY) હેઠળ રાજ્યમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાડવાનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

નેપાળના ભયાનક જળપ્રલયમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા વડોદરા સહિત ગુજરાતના ૧૨ શ્રદ્ધાળુઓ ગુમ

વડોદરા: નેપાળમાં ભયાનક ફ્લેશ ફ્લડ (Flash Flood) અને જળપ્રલયે ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં ભારતીય યાત્રાળુઓ ફસાયા હોવાના દુઃખદ અહેવાલ સામે આવી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ખાનગી પ્રવાસન સંસ્થાઓ મારફતે નેપાળ ગયા બાદ કેરુંગ, ભોટેકોશી નદી અને રસુવાગઢી સરહદી વિસ્તારોમાં ગુજરાતના નાગરિકોનો સંપર્ક તૂટી ગયો છે. ગુજરાત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CM ની રક્ષાબંધન ભેટ : ગુજરાતની મહિલા ધારાસભ્યોને રોડ-રસ્તાના વિકાસ માટે મળશે ૨૮ કરોડ રૂપિયા!

ગાંધીનગર: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે એક મોટી અને લોકઉપયોગી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યના મહિલા જનપ્રતિનિધિઓના મતવિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કુલ ૨૮ કરોડ રૂપિયા ફાળવવાનો મોટો નિર્ણય લીધો છે. આ વિશેષ ગ્રાન્ટ દ્વારા મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં રોડ-રસ્તાના વિકાસના અધૂરા કાર્યો ઝડપથી પૂરા કરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : ૧૧૦ કિમીની ઝડપે ગાડી દોડાવનાર ૨૪ વર્ષીય પાયલટની ધરપકડ! સીસીટીવી વીડિયો વાયરલ

અમદાવાદ: પુણેના ચર્ચિત પોર્શ અકસ્માત બાદ હવે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા લો ગાર્ડન ખાતે પૂરપાટ ઝડપે દોડતી પોર્શ કારનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. લો ગાર્ડન પાસે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે કાર હંકારનાર ૨૪ વર્ષીય પાયલટની નવરંગપુરા પોલીસે અટકાયત કરી છે. ડેશકેમમાં કેદ થયેલો આ ખતરનાક ઘટનાનો વીડિયો સોશિયલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ટૂંક સમયમાં લોન્ચ થશે દેશના પ્રથમ ‘બ્લ્યુ બોન્ડ્સ’, VMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનો કડક પારો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી સાપ્તાહિક રિવ્યુ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના તમામ ઝોનના વોર્ડ ઓફિસરો, રેવન્યુ ઓફિસરો અને સેનિટરી ઇન્સ્પેક્ટરો સાથે શહેરના વિકાસલક્ષી કામો અને નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ખાસ કરીને વોર્ડ નંબર ૧૩ માં […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic