Wednesday, 2 September 2026
  • Home  
  • ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક હરેશગીરી ગોસ્વામી સસ્પેન્ડ, જાણો શું થશે કાર્યવાહી
- ગુજરાત - સૌરાષ્ટ્ર

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક હરેશગીરી ગોસ્વામી સસ્પેન્ડ, જાણો શું થશે કાર્યવાહી

ગીર સોમનાથ: ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાના ખાપટ ગામની સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષકે ખુદ વિદ્યાર્થી પાસે જ દારૂ મંગાવ્યો હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અતિ ગંભીર બાબતની નોંધ લઈને શિક્ષણ મંત્રી ડૉ. […]

ગીર સોમનાથ: ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાના ખાપટ ગામની સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષકે ખુદ વિદ્યાર્થી પાસે જ દારૂ મંગાવ્યો હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અતિ ગંભીર બાબતની નોંધ લઈને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ત્વરિત એક્શન લીધા છે અને આરોપી શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા જ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા હરકતમાં આવ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે સૌથી મોટી જવાબદારી છે, તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક અને અક્ષમ્ય ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે.”

આ ચકચારી મામલે ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સત્વરે સક્રિયતા દાખવીને ગેરવર્તણૂક કરનાર શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ઉના પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને આરોપી શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામીની ધરપકડ કરી લેવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા (SP) સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને આ કેસમાં પોલીસ તંત્રને કડક અને ઝડપી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવા કડક સૂચના આપી છે.

ખાપટ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮માં ફરજ બજાવતા આરોપી શિક્ષક હરેશગીરી ગોસ્વામી સામે આગળની કાયદાકીય અને ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ઉચ્ચ સ્તરીય સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

આ તપાસ ટીમમાં:

૧. ગીર સોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO)

૨. વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)

૩. ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારી (TDO)

આ ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરાયા બાદ આગળની આકરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, આ શિક્ષકને હાલ પુરતી તલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે ફરજમોકૂફી (હેડક્વાર્ટર) હેઠળ મૂકવાનો આદેશ વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic