કચ્છમાં લુપ્ત થતી પ્રજાતિ ઘોરાડના સંરક્ષણમાં મોટી સફળતા, રાજસ્થાનના ઈંડામાંથી ગુજરાતમાં બચ્ચાનો જન્મ
કચ્છ: ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. કચ્છના રણ વિસ્તારમાં લગભગ એક દાયકાના લાંબા સમયગાળા બાદ અત્યંત દુર્લભ અને લુપ્તપ્રાય ગણાતા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ – GIB) ના બચ્ચાનો જન્મ થયો છે. ભારત સરકાર, રાજસ્થાન અને ગુજરાતના વન વિભાગ તેમજ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) ના સંયુક્ત પ્રયાસો અને ‘જમ્પસ્ટાર્ટ’ […]


