Wednesday, 30 September 2026
  • Home  
  • બરડા અભયારણ્યમાં સિંહોના વસવાટને નવું બળ, ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગનું કર્યું પુનર્ગઠન!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

બરડા અભયારણ્યમાં સિંહોના વસવાટને નવું બળ, ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગનું કર્યું પુનર્ગઠન!

ગાંધીનગર: એશિયાટીક સિંહોના કુદરતી નિવાસસ્થાન અને સંવર્ધન ક્ષેત્ર તરીકે ઉભરી રહેલા બરડા ડુંગર વિસ્તારમાં સિંહોના વસવાટ અને પુનર્વસનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ પોરબંદર વન વિભાગનું વ્યાપક પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આશરે ૧૪૩ વર્ષના લાંબા સમયગાળા બાદ બરડા […]

ગાંધીનગર: એશિયાટીક સિંહોના કુદરતી નિવાસસ્થાન અને સંવર્ધન ક્ષેત્ર તરીકે ઉભરી રહેલા બરડા ડુંગર વિસ્તારમાં સિંહોના વસવાટ અને પુનર્વસનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ પોરબંદર વન વિભાગનું વ્યાપક પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આશરે ૧૪૩ વર્ષના લાંબા સમયગાળા બાદ બરડા અભયારણ્યમાં સિંહોનું કુદરતી રીતે પુનરાગમન થયું છે, જેને ધ્યાનમાં રાખીને વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને વન વિભાગની વિવિધ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે વહિવટી માળખું વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે.

નવા પુનર્ગઠિત માળખા હેઠળ પોરબંદર વન વિભાગમાં રેન્જ, બીટ અને અધિકારી કક્ષાની જવાબદારીઓની નવેસરથી વહેંચણી કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ પોરબંદર રેન્જ હવે ૬,૮૪૦.૮૪ હેક્ટર વિસ્તાર અને ૮૦ ગામોને આવરી લેશે, જેને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવદર, કાંતેલા, માધવપુર અને સટીયા જેવી વિવિધ બીટોમાં વિભાજિત કરાઈ છે. બીજી તરફ, રાણાવાવ રેન્જ ૧૩,૦૫૧.૨૫ હેક્ટર વિસ્તાર અને ૨૭ ગામો સાથે ગોદાણા, બિલેશ્વર, સાવદિવદર અને રાણાવાવ જેવી બીટોમાં સંચાલિત થશે. સ્પષ્ટ બીટ સીમાઓને કારણે ક્ષેત્રીય સ્તરે પેટ્રોલિંગ અને વન્યજીવોની સુરક્ષા વધુ સઘન બનશે.

આ પુનર્ગઠનની ખાસ બાબત એ છે કે જામનગર વન વિભાગ હેઠળની ભાટિયા રેન્જનો ૩૦૫.૯૪ હેક્ટર વિસ્તાર પોરબંદર વન વિભાગની ભાનવડ રેન્જમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના કંદરડા જોગણા, સાજડીયાળા, જુના અને જાંબુસર એમ ચાર ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જનો પણ પોરબંદર વન વિભાગમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેથી હવે આ વિભાગ હેઠળ કુલ ૭ રેન્જ કાર્યરત રહેશે.

વહિવટી સુગમતા અને સુપરવિઝન માટે પોરબંદર વન વિભાગમાં બે સહાયક વન સંરક્ષક (ACF) ની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી એક કેવડિયા ખાતેની ખાલી પડેલી જગ્યા અહીં ખસેડીને મંજૂર કરાઈ છે. ACF-1 પોરબંદર અને સામાજિક વનીકરણ રેન્જની દેખરેખ રાખશે, જ્યારે ACF-2 રાણાવાવ, ભાનવડ, કુતિયાણા અને મોબાઈલ સ્કવોડ રેન્જનું સંચાલન કરશે. આ વિભાગ જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલ હેઠળ કાર્યરત રહેશે. વાહનો, શસ્ત્રો, વોકી-ટોકી અને અન્ય સંસાધનોના યોગ્ય સંકલન સાથે લેવાયેલા આ નિર્ણયથી બરડા વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ અને સુરક્ષા નવી ઊંચાઈએ પહોંચશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic