Wednesday, 30 September 2026
  • Home  
  • એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો : નિશાનેબાજ નીરૂ ધાન્ડાએ એશિયન રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ
- દેશ-દુનિયા

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો : નિશાનેબાજ નીરૂ ધાન્ડાએ એશિયન રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: જાપાન ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારનો દિવસ ભારત માટે અત્યંત ગૌરવશાળી સાબિત થયો છે. ભારતીય શૂટર નીરૂ ધાન્ડાએ મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને ભારતને આ એશિયન ગેમ્સનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો કુલ ગોલ્ડ મેડલનો આંકડો ૫ પર પહોંચી ગયો […]

નવી દિલ્હી: જાપાન ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારનો દિવસ ભારત માટે અત્યંત ગૌરવશાળી સાબિત થયો છે. ભારતીય શૂટર નીરૂ ધાન્ડાએ મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને ભારતને આ એશિયન ગેમ્સનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો કુલ ગોલ્ડ મેડલનો આંકડો ૫ પર પહોંચી ગયો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ટ્રેપ કે સ્કીટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી નીરૂ ધાન્ડા પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતગમત ક્ષેત્રનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.

નીરૂ ધાન્ડાએ માત્ર ગોલ્ડ મેડલ જ નથી જીત્યો, પરંતુ શાનદાર પ્રદર્શન કરતા નવો એશિયન અને એશિયન ગેમ્સ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ટોચના ૮ ખેલાડીઓ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં નીરૂએ ૨૮ નો અદ્ભુત સ્કોર બનાવીને અગાઉના ૨૪ ના એશિયન રેકોર્ડને ભંગ કર્યો હતો. આ ફાઇનલ પહેલા જ તેણે મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં આશિમા અહલાવત અને મનીષા કીર સાથે મળીને સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, એક જ દિવસમાં ડબલ મેડલ (ગોલ્ડ અને સિલ્વર) જીતીને તેણે ઇતિહાસ રચી દીધો છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેણે ૧૧૮ નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ ફાઇનલમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ચીનની યુનોંગ સુને ૨૬ ના સ્કોર સાથે સિલ્વર જ્યારે કુવૈતની હાજર અબ્દુલમલિકે ૨૧ ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીરૂની આ ઐતિહાસિક સિદ્ધિ પર નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના પ્રમુખ કલિકેશ નારાયણ સિંહ દેઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ભારતીય શૂટિંગ માટે આ એક અદ્ભુત દિવસ છે. નીરૂ આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ફોર્મમાં રહી છે અને એક જ દિવસમાં ટીમ સિલ્વર બાદ એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવો એ ખરેખર અસાધારણ બાબત છે. આ દેશ અને શૂટિંગ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ છે.”

તેમજ NRAI ના સેક્રેટરી જનરલ પવન કુમાર સિંહે પણ નીરૂ ધાન્ડાની સાતત્યપૂર્ણ રમતના વખાણ કરતા જણાવ્યું હતું કે, દબાણ હેઠળ પણ શાંત રહીને આટલું શાનદાર પ્રદર્શન કરવું એ ખેલાડીની માનસિક મજબૂતી દર્શાવે છે. કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સિસ્ટમની મહેનત આજે રંગ લાવી છે. ભારતમાં હવે ટ્રેપ શૂટિંગનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે અને સમગ્ર દેશ આ ગૌરવશાળી સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic