Thursday, 11 June 2026
  • Home  
  • 5-ડે બેન્કિંગ સહિતની માંગણીઓ સાથે આણંદ-સુરત સહિત દેશભરમાં બેંક કર્મીઓની સજ્જડ હડતાળ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

5-ડે બેન્કિંગ સહિતની માંગણીઓ સાથે આણંદ-સુરત સહિત દેશભરમાં બેંક કર્મીઓની સજ્જડ હડતાળ

આણંદ/સુરત: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) અને બેંક કર્મચારી મહાસંઘના આહ્વાન પર આજે ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લા સહિત દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં સજ્જડ હડતાળ જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓ બાદ આજે મંગળવારે બેંકો ખુલવાની આશા હતી, પરંતુ હડતાળને કારણે ચોથા દિવસે પણ બેંકો પર તાળાં લટકતા જોવા મળ્યા હતા. […]

  • સતત ચોથા દિવસે નાણાકીય વ્યવહારો ઠપ્પ, કરોડોના ક્લિયરિંગ અટક્યા
  • સરકારની ‘બેંક વિરોધી’ નીતિઓ સામે કર્મચારીઓનો હલ્લાબોલ
  • આણંદ, સુરત અને વડોદરામાં બેંક કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા
  • પાંચ દિવસનું સપ્તાહ અને નવી ભરતીની માંગ સાથે ગજવ્યા સૂત્રો

આણંદ/સુરત: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) અને બેંક કર્મચારી મહાસંઘના આહ્વાન પર આજે ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લા સહિત દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં સજ્જડ હડતાળ જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓ બાદ આજે મંગળવારે બેંકો ખુલવાની આશા હતી, પરંતુ હડતાળને કારણે ચોથા દિવસે પણ બેંકો પર તાળાં લટકતા જોવા મળ્યા હતા. જેને પગલે ચેક ક્લિયરિંગ અને રોકડ વ્યવહારો સહિતના કરોડો રૂપિયાના નાણાકીય કામો અટકી પડ્યા હતા.

આણંદમાં બેંક ઓફ બરોડાના પ્રાંગણ પાસે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કર્મચારીઓએ પ્લે-કાર્ડ લહેરાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નીચે મુજબના મુદ્દાઓ સામેલ છે:

  • અઠવાડિયામાં ૫ દિવસનું કાર્યકારી સપ્તાહ (5-Day Banking) લાગુ કરવું.
  • પેન્શન અપડેટ કરવું અને સ્ટાફની અછત દૂર કરવા નવી ભરતી કરવી.
  • બેંકોના મર્જર અને ખાનગીકરણની પ્રક્રિયાને તાત્કાલિક રોકવી.
  • વર્ષ ૨૦૨૪ના સમજૂતી કરાર મુજબ વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક અમલ કરવો.

સુરતના ગોડદોડ રોડ ખાતે પણ બેંક અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધમાં જોડાયા હતા. ૨૩ જાન્યુઆરીના રોજ સરકાર સાથે થયેલી સમાધાન બેઠક નિષ્ફળ રહેતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરામાં પણ ૫-ડે બેન્કિંગની માંગ સાથે કામગીરી ઠપ્પ રહી હતી. બેંક સંગઠનોએ ગ્રાહકોને અગવડતા નિવારવા ઓનલાઇન બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

કર્મચારી નેતાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દરેક સરકારી યોજનાને સફળ બનાવવામાં બેંકોનો મુખ્ય ફાળો હોવા છતાં સરકાર તેમની ન્યાયિક માંગણીઓ પ્રત્યે ઉદાસીન છે. જો સરકાર આગામી દિવસોમાં હકારાત્મક નિર્ણય નહીં લે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકારના આગામી સ્ટેન્ડ પર હવે બેંક યુનિયનોની નજર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic