Wednesday, 2 September 2026

Tag: Surat News

ગુજરાત દક્ષિણ ગુજરાત

ડિજિટલ કંકોત્રી ખોલતા જ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી! સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી અંગે સુરત પોલીસની મોટી ચેતવણી

સુરત: લગ્નની સીઝન શરૂ થતાં જ સાયબર ક્રિમીનલોએ નાગરિકોને શિકાર બનાવવા માટે એક નવો અને ખતરનાક કીમિયો અપનાવ્યો છે. જો તમારા WhatsApp, Facebook કે Instagram પર કોઈ અજાણ્યા કે જાણીતા નંબર પરથી ડિજિટલ લગ્ન કંકોત્રી આવે, તો તેને ઉતાવળમાં ઓપન કરતા પહેલા સો વાર વિચારજો. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક અપીલ જાહેર કરીને નાગરિકોને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં હોટફિક્સ કચરાનો આવશે કાયમી ઉકેલ: મંત્રી પ્રફુલ પાનશેરીયાની SMC અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક

સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા હોટફિક્સ (Hotfix) અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ અંગે સર્જાયેલી સમસ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અત્યંત સક્રિય બન્યા છે. પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા ટેક્સટાઇલ અને નાના ગૃહ ઉદ્યોગ ધરાવતા વિસ્તારોમાં આ કચરાના નિકાલની મુશ્કેલીઓ ધ્યાને આવતાં, […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ૧લી ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર! સાયબર પોલીસ મથક પાણીમાં ગરકાવ

સુરત: ડાયમંડ સિટી સુરત અને સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અવિરત ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. વહેલી સવારથી જ શરુ થયેલા મુશળધાર વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ૧લી ઓગસ્ટે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્રે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના ‘ચુડેલ’ ગામના લોકોને મળ્યો મોટો છુટકારો: હવેથી સત્તાવાર રીતે ઓળખાશે ‘ચંદનપુર’ તરીકે, રાજ્ય સરકારનું જાહેરનામું પ્રસિદ્ધ

સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક ગામના લોકો માટે વર્ષો જૂની અજીબોગરીબ ઓળખમાંથી મુક્તિ મેળવવાનો એક ઐતિહાસિક અને આનંદદાયક અવસર આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર જાહેરનામા અનુસાર, માંડવી તાલુકામાં આવેલા ‘ચુડેલ’ ગામનું નામ હવે કાયમી ધોરણ બદલીને ‘ચંદનપુર’ કરવામાં આવ્યું છે. ગામના નામ પાછળ જોડાયેલા વિચિત્ર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં માનવતા મરી પરવારી : બળાત્કાર પીડિત ૧૩ વર્ષની સગીરાને ન્યાય અપાવવાના બહાને પોતાના જ વકીલે હવસનો શિકાર બનાવી, વીડિયો ઉતાર્યો!

સુરત: ન્યાયના મંદિરમાં કાયદાના રક્ષક ગણાતા વકીલે જ માનવતા અને પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદય કંપાવી દે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. સુરતમાં એક બળાત્કાર પીડિતા સગીરાને ન્યાય અપાવવા માટે રાખવામાં આવેલા તેના પોતાના જ વકીલે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવી છે. હવસખોર વકીલે સગીરા પર બળાત્કાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

પૂરની આફત બાદ સુરતને બેઠું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મધ્યરાત્રિએ એક્શનમાં

સુરત: ભારે વરસાદ અને પૂરની આપત્તિ બાદ ડાયમંડ સિટી સુરતને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી ધમધમતું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સુરતને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સમગ્ર પ્રશાસન રાત-દિવસ એક કરી રહ્યું છે. પૂરના પાણી ઓસર્યા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતનું ચકચારી ‘ભૂતિયા ડિમોલિશન’ : હાઈકોર્ટની કડકાઈ બાદ મનપા એક્શનમાં, 5 એન્જિનિયરોને કરાયા સસ્પેન્ડ

સુરત: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વેડ દરવાજા પાસેના નાસિરનગર ખાતે ગત તારીખ ૩૦/૦૫/૨૦૨૬ના રોજ કરવામાં આવેલા કથિત અને વિવાદાસ્પદ ડિમોલિશન મામલે આખરે મોટો ભડાકો થયો છે. ગુજરાત હાઈકોર્ટની અભૂતપૂર્વ કડકાઈ અને ફટકાર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા પ્રશાસને નાસિરનગર મિલકતોના ડિમોલિશન અંગે રચાયેલી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ ખતમ : ‘પિતૃદોષ’ અને બીમારી મટાડવાના બહાને સોનું પડાવતા બે ઢોંગી તાંત્રિકો ઝડપાયા

સુરત: સુરત શહેરમાં ધર્મના નામે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવતી એક મોટી ઠગ ગેંગનો સુરતની લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. તાંત્રિક વિધિ કરવાના બહાને ભોળા અને માસૂમ લોકોને છેતરનારા બે ઢોંગી તાંત્રિકોને લસકાણા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ઝડપી લીધા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજકોટના વતની છે અને તેઓ બસ મારફતે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂલકાંઓને કરાવ્યો પ્રવેશ, બાળકોને ‘ઘરના પોલીસ’ બનવા કરી હાકલ

સુરત: સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવાના હેતુથી ગુરુવારથી “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” નો ભવ્ય પ્રારંભ થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમણે બાલવાટિકા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં થશે મેઘરાજાની એન્ટ્રી, આગામી 2-3 દિવસમાં ચોમાસું બેસવાની IMDની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય સમય કરતાં અંદાજે એક અઠવાડિયું મોડું પડ્યા બાદ, નૈઋત્યનું ચોમાસું (Southwest Monsoon) હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે સાંજે જારી કરવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી બે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic