Friday, 17 April 2026
  • Home  
  • ઓસ્ટ્રેલિયામાં બાપુની પ્રતિમાની ચોરી : મેલબોર્નના ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાંથી ગાંધીજીની 420 કિલોની પ્રતિમા ગાયબ
- દેશ-દુનિયા

ઓસ્ટ્રેલિયામાં બાપુની પ્રતિમાની ચોરી : મેલબોર્નના ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાંથી ગાંધીજીની 420 કિલોની પ્રતિમા ગાયબ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા ભારતીય સમુદાય માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મેલબોર્નના રોવિલે (Rowville) વિસ્તારમાં આવેલા ‘ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર’ માં સ્થાપિત મહાત્મા ગાંધીની 420 કિલો વજનની કાંસ્ય પ્રતિમાની ચોરી થઈ છે. આ પ્રતિમા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મિત્રતાના પ્રતિક સમાન હતી, જેની ચોરીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર […]

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા ભારતીય સમુદાય માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મેલબોર્નના રોવિલે (Rowville) વિસ્તારમાં આવેલા ‘ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર’ માં સ્થાપિત મહાત્મા ગાંધીની 420 કિલો વજનની કાંસ્ય પ્રતિમાની ચોરી થઈ છે. આ પ્રતિમા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મિત્રતાના પ્રતિક સમાન હતી, જેની ચોરીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિક્ટોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવાર, 12 જાન્યુઆરીના વહેલી સવારે બની હોવાનું મનાય છે. ત્રણ અજાણ્યા શખ્સોએ એન્ગલ ગ્રાઇન્ડર (લોખંડ કાપવાનું મશીન) નો ઉપયોગ કરીને પ્રતિમાને નીચેથી કાપી નાખી હતી. તસ્કરો આખી પ્રતિમા લઈ ગયા છે અને ઘટનાસ્થળે માત્ર ગાંધીજીના પથ્થર પર જડેલા ‘પગ’ જ બાકી રહ્યા છે. વિક્ટોરિયા પોલીસનું નોક્સ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન યુનિટ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ ચલાવી રહ્યું છે.

આ પ્રતિમા ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ’ (ICCR) દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. 12 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અહિંસા અને શાંતિના વૈશ્વિક સંદેશના પ્રતિક તરીકે ત્યાં સ્થાપિત કરવામાં આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે મેલબોર્નમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ અને ચોરીની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે આ મામલે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને ગુનેગારોને વહેલી તકે પકડી પાડી પ્રતિમા પુનઃપ્રાપ્ત કરવા વિનંતી કરી છે.”

વિદેશમાં ગાંધીજીની પ્રતિમાઓને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સમુદાયની સુરક્ષા અને સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે સવાલો ઉભા કરે છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોએ આને નફરત ફેલાવવાનું કૃત્ય ગણાવ્યું છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic