Tuesday, 22 September 2026
  • Home  
  • સુરતમાં ‘ડિપ્લોય ઓપરેશન’ હાથ ધરી ૧૮ દુર્લભ ઈન્ડિયન સ્ટાર કાચબા ઉગારાયા, બે તસ્કરોની અટકાયત!
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

સુરતમાં ‘ડિપ્લોય ઓપરેશન’ હાથ ધરી ૧૮ દુર્લભ ઈન્ડિયન સ્ટાર કાચબા ઉગારાયા, બે તસ્કરોની અટકાયત!

સુરત: સુરત શહેરમાં વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૧૮ દુર્લભ ‘ઈન્ડિયન સ્ટાર’ કાચબા રેસ્ક્યૂ કર્યા છે. વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (WTI) થી મળેલી ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમે એક યોજનાબદ્ધ ‘ડિસીઝ/ડિકોય ઓપરેશન’ (ગ્રાહક બનીને જવું) હાથ ધરીને આ સફળ કામગીરી પાર પાડી હતી. આ મામલે ગેરકાયદે વેપારમાં […]

સુરત: સુરત શહેરમાં વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૧૮ દુર્લભ ‘ઈન્ડિયન સ્ટાર’ કાચબા રેસ્ક્યૂ કર્યા છે. વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (WTI) થી મળેલી ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમે એક યોજનાબદ્ધ ‘ડિસીઝ/ડિકોય ઓપરેશન’ (ગ્રાહક બનીને જવું) હાથ ધરીને આ સફળ કામગીરી પાર પાડી હતી. આ મામલે ગેરકાયદે વેપારમાં સંકળાયેલા બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર રેકેટ પાછળ સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.

મળતી વિગતો અનુસાર, વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને માહિતી મળી હતી કે સુરતના ‘સુરત એન્ટરપ્રાઈઝ’ નામના એક એકમ પરથી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) ની અનુસૂચિ-૧ (Schedule I) હેઠળ અત્યંત સંરક્ષિત એવા ઈન્ડિયન સ્ટાર કાચબાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વન વિભાગના અધિકારીઓ અને સ્વયંસેવકોએ બનાવટી ગ્રાહક બનીને દુકાનદાર દિનેશ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ઓપરેશન દરમિયાન દુકાનદારે મોહમ્મદ અઝહર શેખ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જેણે તેના ગોપીપુરા સ્થિત નિવાસસ્થાને કાચબા ઉપલબ્ધ હોવાની પુષ્ટિ કરી હતી.

જેવા આ કાચબા દુકાને લાવવામાં આવ્યા, તે જ ક્ષણે વોચ ગોઠવીને બેઠેલી વન વિભાગની ટીમે દરોડો પાડીને તમામ ૧૮ ઈન્ડિયન સ્ટાર કાચબા સુરક્ષિત રીતે કબજે લીધા હતા અને બંને આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ઈન્ડિયન સ્ટાર કાચબાની કાળા બજારમાં ભારે માંગ હોય છે અને ઓનલાઈન માધ્યમો તેમજ ગુપ્ત નેટવર્ક દ્વારા કાચબાની ઉંમર અને કદ મુજબ ₹૨૫,૦૦૦ થી લઈને ₹૧ લાખ સુધીની કિંમતે તસ્કરી કરવામાં આવતી હતી.

સુરતના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ધીરજ કુમારે જણાવ્યુ હતું કે, આ માત્ર બે વ્યક્તિઓ પૂરતું મર્યાદિત નથી પરંતુ તેની પાછળ એક મોટું સંગઠિત નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા છે. અટકાયત કરાયેલા આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેથી આ તસ્કરીના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય કોણ કોણ સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic