Tuesday, 22 September 2026
  • Home  
  • વડોદરામાં વિના લાઈસન્સે ચાલતી હોસ્પિટલની કેન્ટીન સીલ, જાણીતી રેસ્ટોરન્ટને રૂ.૨૦,૦૦૦ નો દંડ!
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં વિના લાઈસન્સે ચાલતી હોસ્પિટલની કેન્ટીન સીલ, જાણીતી રેસ્ટોરન્ટને રૂ.૨૦,૦૦૦ નો દંડ!

વડોદરા: વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ખીલવાડને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી કમિશનરના નિર્દેશાનુસાર પાલિકાની ટીમોએ શહેરના અટલાદરા, માણેજા, હરણી-વારસિયા રિંગ રોડ, વીઆઈપી રોડ, વૃંદાવન ચાર રસ્તા, આજવા રોડ, વૈકુંઠ ચાર રસ્તા અને ઝવેરનગર જેવા વિસ્તારોમાં ૧૨ જેટલા ખાદ્યપદાર્થોના એકમોનું સરપ્રાઈઝ […]

વડોદરા: વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ખીલવાડને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી કમિશનરના નિર્દેશાનુસાર પાલિકાની ટીમોએ શહેરના અટલાદરા, માણેજા, હરણી-વારસિયા રિંગ રોડ, વીઆઈપી રોડ, વૃંદાવન ચાર રસ્તા, આજવા રોડ, વૈકુંઠ ચાર રસ્તા અને ઝવેરનગર જેવા વિસ્તારોમાં ૧૨ જેટલા ખાદ્યપદાર્થોના એકમોનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરોડા દરમિયાન લાઈસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતી એક જાણીતી હોસ્પિટલની કેન્ટીનને સીલ મારી દેવામાં આવ્યું છે, જ્યારે ગંદકી અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટને રૂ. ૨૦,૦૦૦ નો દંડ અને નોટિસ ફટકારવામાં આવી છે.

ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમો દ્વારા સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો તેમજ ઔદ્યોગિક એકમોમાં આવેલી ૧૧ કેન્ટીન અને ૧ સ્ટ્રીટ ફૂડ વેન્ડિંગ યુનિટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વીઆઈપી રોડ પર આવેલી પ્રણાયામ લંગ હોસ્પિટલની કેન્ટીન (લિયો હોસ્પિટાલિટી એન્ડ બેવરેજિસ) પાસે માન્ય ફુડ લાઈસન્સ કે રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કેન્ટીનમાં અત્યંત અસ્વચ્છતા અને અપૂરતા દસ્તાવેજો હોવાના કારણે પાલિકાની ટીમે તેને તાત્કાલિક અસરથી સીલ કરીને બંધ કરાવી દીધી હતી. આ ઉપરાંત બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની કેન્ટીન અને મારુતિનંદન બોયઝ હોસ્ટેલની કેન્ટીનને પણ સ્વચ્છતા અને દસ્તાવેજી ખામીઓ બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી હતી.

બીજી તરફ, ઝવેરનગર ચાર રસ્તા નજીક આવેલી જાણીતી ‘માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ’માં તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી અને પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડતાં તેને સ્થળ પર જ ₹૨૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ટીમે ચા, હળદર પાવડર, મરચું પાવડર, તુવેર દાળ અને મગ દાળના કુલ ૫ શંકાસ્પદ સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે ફતેહગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ચાર જેટલા એકમોને શિડ્યુલ-૪ મુજબની નોટિસો જારી કરવામાં આવી છે.

આ સાથે જ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર હોવાનો બોગસ દાવો કરીને દરોડા કે તપાસના નામે નાણાં ઉઘરાવતા ભેજાગેબાજોથી સાવચેત રહેવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વેપારીએ આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિને નાણાં આપવા નહીં અને જો આવો કોઈ ફોન કે મેસેજ આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા VMC ના ફૂડ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic