Wednesday, 23 September 2026
  • Home  
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ!

ગાંધીનગર: મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) જેવા ગંભીર રોગથી દેશની દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસે જ રાજ્યભરમાં વિશિષ્ટ મેગા ડ્રાઇવ યોજીને એક જ દિવસમાં […]

ગાંધીનગર: મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) જેવા ગંભીર રોગથી દેશની દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસે જ રાજ્યભરમાં વિશિષ્ટ મેગા ડ્રાઇવ યોજીને એક જ દિવસમાં ૭૧,૮૯૪ દીકરીઓનું સફળતાપૂર્વક HPV રસીકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા ૩ મહિનામાં જ પાત્રતા ધરાવતી કિશોરીઓને આ સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આરોગ્ય મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજ્યની ૬.૨૫ લાખથી પણ વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી આ રસી આપવામાં આવી ચૂકી છે. આટલા મોટા પાયે હાથ ધરાયેલા વ્યાપક રસીકરણ ઝુંબેશ છતાં રાજ્યમાં આડઅસર (Side Effect) નો એક પણ કિસ્સો સામે આવ્યો નથી, જે સાબિત કરે છે કે આ રસી સંપૂર્ણપણે વિજ્ઞાન-સંમત, સુરક્ષિત અને અસરકારક છે. ગુજરાત સરકારની આ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકાર દ્વારા ૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત માટે વધુ ૨.૭૨ લાખ ડોઝ મંજૂર કરીને ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ૧૪ વર્ષ પૂર્ણ કરનારી બાકી રહેલી તમામ ૧.૪૬ લાખ કિશોરીઓને આવરી લેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ રસી રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો (MCH), જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (DH/SDH), તેમજ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર ૧૪ વર્ષની વયની તમામ દીકરીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે દરેક ઘરની દીકરી માત્ર એક પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનું ભવિષ્ય છે. આ અભિયાનની આખરી અને સાચી સફળતા વાલીઓની જાગરૂકતા પર નિર્ભર છે. તેમણે રાજ્યના તમામ વાલીઓને હૃદયપૂર્વક અનુરોધ કર્યો હતો કે જો તેમની ૧૪ વર્ષની દીકરીનું રસીકરણ હજુ સુધી બાકી હોય, તો કોઈપણ વિલંબ કર્યા વિના ચાલી રહેલી આ મેગા ડ્રાઇવનો લાભ લઈને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર પહોંચીને પોતાની દીકરીને કેન્સરમુક્ત અને સુરક્ષિત ભવિષ્યની અમૂલ્ય ભેટ આપે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic