Tuesday, 22 September 2026
  • Home  
  • શિશુ આહારમાં ખામી અને ભ્રામક દાવા પર FSSAI ની મોટો કાર્યવાહી, નેસ્લે ઈન્ડિયા સામે ૩ કાનૂની કેસ દાખલ
- દેશ-દુનિયા - બિઝનેસ

શિશુ આહારમાં ખામી અને ભ્રામક દાવા પર FSSAI ની મોટો કાર્યવાહી, નેસ્લે ઈન્ડિયા સામે ૩ કાનૂની કેસ દાખલ

નવી દિલ્હી: ભારતની અગ્રણી ફૂડ સેફ્ટી રેગ્યુલેટર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની નેસ્લે ઈન્ડિયા લિમિટેડ સામે મોટો કાનૂની શંખનાદ કરવામાં આવ્યો છે. શિશુ આહાર (ઇન્ફન્ટ ન્યુટ્રિશન) પ્રોડક્ટ્સમાં ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અને ઉત્પાદનોના વેચાણ વધારવા માટે ભ્રામક પ્રમોશનલ દાવા કરવા બદલ FSSAI એ નેસ્લે ઈન્ડિયા […]

નવી દિલ્હી: ભારતની અગ્રણી ફૂડ સેફ્ટી રેગ્યુલેટર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપની નેસ્લે ઈન્ડિયા લિમિટેડ સામે મોટો કાનૂની શંખનાદ કરવામાં આવ્યો છે. શિશુ આહાર (ઇન્ફન્ટ ન્યુટ્રિશન) પ્રોડક્ટ્સમાં ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અને ઉત્પાદનોના વેચાણ વધારવા માટે ભ્રામક પ્રમોશનલ દાવા કરવા બદલ FSSAI એ નેસ્લે ઈન્ડિયા સામે ત્રણ અલગ-અલગ એડજ્યુડિકેશન કેસ (કાનૂની કેસ) દાખલ કર્યા છે. આ કાર્યવાહીને પગલે દેશમાં શિશુ આહારની ગુણવત્તા અંગે ચર્ચા જાગી છે.

FSSAI ના સત્તાવાર નિવેદન અનુસાર, આ કાનૂની કાર્યવાહી નેસ્લે ઈન્ડિયાના બે મુખ્ય બ્રાન્ડ્સ ‘NAN Excella Pro Stage 1’ અને ‘Lactogen Pro 1’ ના માર્કેટિંગ દાવાઓ અને એક ફાલો-અપ ઇન્ફન્ટ ફોર્મ્યુલા પ્રોડક્ટની ગુણવત્તા તપાસ બાદ કરવામાં આવી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કંપની દ્વારા ‘NAN Excella Pro Stage 1’ માટે “5HMOs” અને “વ્હે પ્રોટીન” અંગે તથા ‘Lactogen Pro 1’ માટે વ્હે પ્રોટીનને “પચવામાં સરળ” ગણાવીને જાહેરાતો કરવામાં આવી હતી. FSSAI ના જણાવ્યા મુજબ, આ પ્રકારના દાવાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ્સ ફોર ઇન્ફન્ટ ન્યુટ્રિશન) રેગ્યુલેશન્સ, ૨૦૨૦ ના નિયમ ૪(૨) નો ભંગ કરે છે, જે શિશુ આહારના વેચાણ માટે કમર્શિયલ પ્રમોશન કે મોટા-મોટા દાવાઓ કરવા પર સખત મનાઈ ફરમાવે છે. આ ઉપરાંત આ બાબત ‘IMS એક્ટ, ૧૯૯૨’ નો પણ ભંગ ગણાય છે.

પ્રમોશનલ ઉલ્લંઘન ઉપરાંત, FSSAI ની લેબોરેટરી તપાસ દરમિયાન નેસ્લેની શિશુ આહાર પ્રોડક્ટમાં વિટામિન B7 એટલે કે ‘બાયોટિન’ (Biotin) નું પ્રમાણ સરકારી ધોરણો કરતા ઘણું ઓછું અને સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યું હતું. આ સેમ્પલને રી-એનાલિસિસ માટે રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં પણ લેબ રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે પ્રોડક્ટમાં બાયોટિનનું સ્તર ૨૦૨૦ ના કાયદાકીય માપદંડો મુજબ નથી. આ ગંભીર ત્રુટિઓને પગલે જ FSSAI એ સત્તાવાર રીતે નેસ્લે ઈન્ડિયા સામે કાનૂની કાર્યવાહીનો કોરડો વીંજ્યો છે.

FSSAI ની આ કડક કાર્યવાહીના સમાચાર બહાર આવતા જ શેરબજારમાં તેની નકારાત્મક અસર જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર નેસ્લે ઈન્ડિયાના શેરના ભાવમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન ૨ થી ૩ ટકા સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો. ભારતીય બજારમાં શિશુ આહાર એ નેસ્લે માટે અત્યંત મહત્વપૂર્ણ અને મોટો બિઝનેસ સેગમેન્ટ છે. જોકે, આ સમગ્ર મામલે નેસ્લે ઈન્ડિયાએ દાવો કર્યો છે કે તેના તમામ ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે, પરંતુ હવે તેણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ દાખલ થયેલી કાનૂની કાર્યવાહીનો કોર્ટમાં સામનો કરવો પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic