Sunday, 19 April 2026
  • Home  
  • ખેડા-નડિયાદ પોલીસ પરિવારના રત્નો ઝળક્યા: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

ખેડા-નડિયાદ પોલીસ પરિવારના રત્નો ઝળક્યા: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો

નડિયાદ: ખેડા-નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના સભ્યો માટે ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગત તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ પોલીસ પરિવરના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૬ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અને સન્માન આ સમારોહમાં ધોરણ-૬ થી […]

નડિયાદ: ખેડા-નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના સભ્યો માટે ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગત તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ પોલીસ પરિવરના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જેવા વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવનાર કુલ ૫૬ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વેલ્ફેર ફંડમાંથી આ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ તેમજ પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનોમાં શિક્ષણ પ્રત્યે વધુ રુચિ જાગે અને તેઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે માટે પ્રેરણા આપવાનો હતો.

સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષક (નડિયાદ વિભાગ) વી.આર. બાજપાઈ, તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) ડૉ. દિવ્યા રવિયા જાડેજા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કઠિન ડ્યુટી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપે છે તે પ્રશંસનીય છે અને બાળકોની આ સિદ્ધિ તેમના માતા-પિતાના પરિશ્રમનું પરિણામ છે.

આ પ્રસંગે અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી તેમના આગામી કારકિર્દીના વર્ષો માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic