યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે યુદ્ધનો અંત લાવવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાતચીત કરવી જરૂરી છે.
ઝેલેન્સ્કીએ જર્મનીના ચાન્સેલર ફ્રિડરિક મર્ઝ સાથેની વાતચીત બાદ આ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, “મેં ફ્રિડરિક મર્ઝ સાથે વાત કરી છે. યુક્રેન અને જર્મની બંને એવા મત ધરાવે છે કે આ યુદ્ધનો અંત શક્ય તેટલી વહેલી તકે સન્માનપૂર્વક શાંતિ સાથે થવો જોઈએ.”
I spoke with @bundeskanzler Friedrich Merz. Ukraine and Germany share the view that the war must be ended as soon as possible with a dignified peace, and the parameters of ending this war will shape the security landscape of Europe for decades to come. The war is happening in… pic.twitter.com/WipLdnfIF1— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 7, 2025
તેમણે વધુમાં જણાવ્યું કે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટેના પરિમાણો આગામી દાયકાઓ સુધી યુરોપના સુરક્ષા લેન્ડસ્કેપને આકાર આપશે. ઝેલેન્સ્કીએ યુદ્ધના અંત માટે નેતા-સ્તરની બેઠકોના વિવિધ સંભવિત ફોર્મેટ પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, “યુક્રેન બેઠકોથી ડરતું નથી અને રશિયન પક્ષ તરફથી પણ આવા જ બહાદુરીભર્યા અભિગમની અપેક્ષા રાખે છે.”
આ નિવેદન દર્શાવે છે કે યુક્રેન હવે યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી માર્ગો અપનાવવા તૈયાર છે. આ સાથે તેમણે મદદ કરનાર દરેકનો આભાર પણ માન્યો હતો.
