વોશિંગ્ટન: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાના જવાબમાં ભારત પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશની અસર તારીખ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ પછી અમેરિકામાં ભારતીય સામાનની આયાત પર થશે.
આ પહેલાં પણ ટ્રમ્પે ૩૦ જુલાઈના રોજ ભારત પર ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. હવે વધારાના ૨૫% ટેરિફના આદેશ બાદ ભારત પર કુલ ૫૦% ટેરિફ લાગુ થઈ ગયો છે.
NEW: President Donald J. Trump just signed an Executive Order imposing an additional 25% tariff on India in response to its continued purchase of Russian oil.
Here is the text of the Order:
By the authority vested in me as President by the Constitution and the laws of the…— Rapid Response 47 (@RapidResponse47) August 6, 2025
ટ્રમ્પે આદેશમાં જણાવ્યું હતું કે, “ભારત સરકાર હાલમાં સીધી કે આડકતરી રીતે રશિયન ફેડરેશનમાંથી તેલની આયાત કરી રહી છે.” આ જ કારણોસર આ ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, ભારતમાંથી આયાત થતા સામાન પર વધારાની ૨૫% ડ્યુટી લાગુ પડશે, જે અગાઉના ટેરિફ ઉપરાંત હશે.
અમેરિકાના આ આકરા પગલાથી ભારત અને અમેરિકાના વ્યાપારી સંબંધોમાં તણાવ વધી શકે છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટું નુકસાન થવાની સંભાવના છે, કારણ કે અમેરિકા ભારતીય ઉત્પાદનો માટે એક મોટું બજાર છે. આ ઘટનાક્રમ પર ભારત સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
