Saturday, 13 June 2026

Tag: International relations

દેશ-દુનિયા બિઝનેસ

માલદીવ્સમાં આર્થિક કટોકટી : ભારત માટે મદદ કરવી ‘અત્યંત મુશ્કેલ’, જાણો શું છે ટેકનિકલ અવરોધ

માલદીવ્સ હાલમાં તેના ઇતિહાસની સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. એકતરફ દેવાનો પહાડ છે અને બીજી તરફ વિદેશી હૂંડિયામણ સતત ઘટી રહ્યું છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર ભારત પાસે મદદની ગુહાર લગાવી છે, પરંતુ આ વખતે ટેકનિકલ અને બેંકિંગ નિયમો ભારત માટે મદદનો હાથ લંબાવવામાં ‘અત્યંત મુશ્કેલ’ સાબિત થઈ રહ્યા […]

દેશ-દુનિયા

ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી માટે ફ્રાન્સ મેદાને, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પ અને પેઝેશ્કિયન સાથે કરી વાતચીત

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન-અમેરિકા વચ્ચેના વણસેલા સંબંધોને સુધારવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મોટી પહેલ કરી છે. મેક્રોને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સ્થગિત થયેલી વાટાઘાટોને તાકીદે ફરી શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. સીઝફાયર અને હોર્મુઝ […]

દેશ-દુનિયા

“આજે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે”, ટ્રમ્પની ચેતવણી સાથે ઈરાનમાં સત્તા પલટા અને મોટા સૈન્ય હુમલાના સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પોતાના આક્રમક તેવર બતાવતા વિશ્વને હચમચાવી દે તેવી ચેતવણી આપી છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જે કદાચ ક્યારેય પાછી નહીં આવે. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું જ થશે.” ટ્રમ્પની આ […]

દેશ-દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ વલણ : “પોતાનું તેલ જાતે મેળવો, અમેરિકા હવે સાથી દેશોની ચોકીદારી નહીં કરે”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત આક્રમક પોસ્ટ શેર કરીને વિશ્વભરના રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી ઈંધણની કટોકટી અને ઈરાન સાથેના તણાવ વચ્ચે યુકે (United Kingdom) અને ફ્રાન્સ જેવા સાથી દેશોના વલણની આકરી ટીકા કરી છે. “અમેરિકા હવે […]

દેશ-દુનિયા

કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, ભારતે ગણાવ્યું ‘કાયરતાપૂર્ણ કૃત્ય’

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી ‘ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ’ (Omid Addiction Treatment Hospital) પર ૧૬ માર્ચની રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા (Airstrike) ને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ‘બર્બર, કાયરતાપૂર્ણ અને અક્ષમ્ય’ ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ […]

દેશ-દુનિયા બિઝનેસ

પીએમ મોદીની મલેશિયા મુલાકાત : આતંકવાદ પર ‘નો ડબલ સ્ટાન્ડર્ડ’નો કડક સંદેશ

બ્યુરો રિપોર્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ની તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે મલેશિયાની પસંદગી કરીને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત અને મલેશિયા માત્ર મેરીટાઈમ પડોશી જ નહીં, પરંતુ ઊંડી સાંસ્કૃતિક વિરાસતથી જોડાયેલા મિત્રો […]

દેશ-દુનિયા બિઝનેસ

ભારત અને અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલની જાહેરાત, રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરશે..?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકારણ અને વ્યાપારના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક નવી ટ્રેડ ડીલ થઈ છે, જેના હેઠળ અમેરિકા ભારતીય સામાન પરનો ટેરિફ ૨૫% થી […]

દેશ-દુનિયા બિઝનેસ

ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપને ખુલ્લી ધમકી : 8 દેશો પર 10% વધારાનો ટેરિફ ઝીંક્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડના માલિકી હક્ક મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઈચ્છા વ્યક્ત કરનારા ટ્રમ્પે હવે આ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા 8 શક્તિશાળી યુરોપિયન દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી વૈશ્વિક બજાર અને […]

દેશ-દુનિયા

પાકિસ્તાનની શરમજનક હરકત: શ્રીલંકાને મોકલાવી ‘એક્સપાયર્ડ’ રાહત સામગ્રી, તસવીરો વાયરલ!

પાકિસ્તાન દ્વારા સાયક્લોન ‘દિત્વાહ’થી પ્રભાવિત તેના પાડોશી દેશ શ્રીલંકાને મોકલાયેલી માનવતાવાદી સહાય સામગ્રી (Relief Aid)ને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને શ્રીલંકા તરફથી મળેલા ગંભીર અહેવાલો મુજબ, પાકિસ્તાને પૂર રાહત માટે જે ફૂડ પેકેટ અને દવાઓ મોકલી છે, તેમાંથી મોટા ભાગનો જથ્થો એક્સપાયર્ડ અને બિનઉપયોગી હોવાનું જણાયું […]

દેશ-દુનિયા

ચીન અને ભારત યુક્રેન યુદ્ધના ‘પ્રાથમિક ફંડર’ : ટ્રમ્પનો UNGAમાં મોટો આરોપ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ૮૦મા સત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, માત્ર સાત મહિનાના સમયગાળામાં તેમણે સાત ‘અનંત’ યુદ્ધોનો અંત લાવી દીધો છે, જેમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંઘર્ષનો પણ સમાવેશ થાય છે. તેમના આ દાવાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, “માત્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic