Monday, 31 August 2026
  • Home  
  • વડોદરા બસ સ્ટેન્ડમાં ‘પિચકારી’ મારવી પડશે મોંઘી, ધૂમ્રપાન અને ગંદકી ફેલાવનારા ૩૦ મુસાફરો દંડાયા
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા બસ સ્ટેન્ડમાં ‘પિચકારી’ મારવી પડશે મોંઘી, ધૂમ્રપાન અને ગંદકી ફેલાવનારા ૩૦ મુસાફરો દંડાયા

વડોદરા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને બસ સ્ટેશનની સુંદરતા જળવાઈ રહે તે માટે ‘સ્વચ્છતા ઝુંબેશ’ તેજ કરવામાં આવી છે. બસ સ્ટેશનો પર પાન-મસાલા અને ગુટખા ખાઈને ગંદકી કરનારા તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનારા મુસાફરો સામે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે. ૧ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન […]

વડોદરા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને બસ સ્ટેશનની સુંદરતા જળવાઈ રહે તે માટે ‘સ્વચ્છતા ઝુંબેશ’ તેજ કરવામાં આવી છે. બસ સ્ટેશનો પર પાન-મસાલા અને ગુટખા ખાઈને ગંદકી કરનારા તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનારા મુસાફરો સામે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે.

વડોદરા વિભાગના અધિકારીઓ દ્વારા તાજેતરમાં વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સહિત વિવિધ ડેપો પર આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ૧ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૩૦ મુસાફરો ઝડપાયા હતા, જેઓ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવી રહ્યા હતા. આ મુસાફરો પાસેથી કુલ રૂ. ૨૬,૦૦૦ જેટલી માતબર દંડની રકમ વસૂલ કરવામાં આવી છે.

એસટી તંત્રના જણાવ્યા અનુસાર, પાન-મસાલાની પિચકારીઓથી બસ સ્ટેશનની દીવાલો અને ફ્લોરિંગ ગંદુ થાય છે, જેનાથી માત્ર ગંદકી જ નથી ફેલાતી પરંતુ જાહેર આરોગ્ય પર પણ જોખમ ઊભું થાય છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.

વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરો અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે:

  • જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળવું.
  • તમાકુ, ગુટખા કે પાન મસાલાનું સેવન કરી ગંદકી ન કરવી.
  • કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો.

જો આગામી દિવસોમાં પણ મુસાફરો આ નિયમોનું ઉલ્લંઘન કરતા જણાશે, તો તેમની સામે વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ વિભાગીય નિયામક દ્વારા આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic