Wednesday, 13 May 2026
  • Home  
  • નડિયાદવાસીઓ માટે રાહતના સમાચાર : ચોમાસામાં જળબંબાકારથી મુક્તિ અપાવવા 30 દિવસમાં તૈયાર થશે નવો વિશાળ કાંસ
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદવાસીઓ માટે રાહતના સમાચાર : ચોમાસામાં જળબંબાકારથી મુક્તિ અપાવવા 30 દિવસમાં તૈયાર થશે નવો વિશાળ કાંસ

નડિયાદ: નડિયાદ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતા જૂના અને કાંપથી ભરાઈ ગયેલા કાંસને બદલે હવે અદ્યતન અને વિશાળ નવો કાંસ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ વ્યવહારમાં ફેરફાર: 30 દિવસ સુધી […]

નડિયાદ: નડિયાદ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતા જૂના અને કાંપથી ભરાઈ ગયેલા કાંસને બદલે હવે અદ્યતન અને વિશાળ નવો કાંસ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ કામગીરીને પગલે સરદારના સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ તરફ આવતો મુખ્ય માર્ગ વાહન ચાલકો અને રાહદારીઓ માટે પતરા મારીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી 30 દિવસ સુધી આ માર્ગ બંધ રહેશે, જેથી નવો કાંસ બનાવવાની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય. વાહન ચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતો જૂનો કાંસ વર્ષોથી કાંપ અને કચરાથી જામ થઈ ગયો હતો. ભારે વરસાદ દરમિયાન આ કાંસ પાણીનો નિકાલ કરવામાં અસમર્થ સાબિત થતો હતો, જેના કારણે શહેરમાં કલાકો અને દિવસો સુધી પાણી ભરાઈ રહેતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા અગાઉ જર્જરિત સરદાર ભુવનનું માળખું તોડી પાડી કાંસ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને હવે તેની જગ્યાએ નવું બાંધકામ થઈ રહ્યું છે.

વરસાદી પાણીનો નિકાલ સરળતાથી અને ઝડપથી થાય તે માટે નવા કાંસનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે:

  • પહોળાઈ: 6 મીટર
  • ઊંડાઈ: 3 મીટર
  • લંબાઈ: 100 મીટર

આ નવા અને વિશાળ કાંસને કારણે આગામી ચોમાસામાં નડિયાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં મોટો ઘટાડો થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic