Thursday, 11 June 2026
  • Home  
  • આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પેટલાદ સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી, અધિકારીઓને ખખડાવ્યા
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પેટલાદ સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી, અધિકારીઓને ખખડાવ્યા

પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ સ્થિત સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લેતા સરકારી બાબુઓમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટરે કોઈ પણ પૂર્વ સૂચના વગર કચેરીમાં પ્રવેશીને વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જમીન અને મિલકતને લગતા સરકારી કામોમાં થતા વિલંબને રોકવા માટે તેમણે કડક વલણ અપનાવ્યું હતું. ઓનલાઈન સોફ્ટવેર અને રજીસ્ટરની […]

પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ સ્થિત સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લેતા સરકારી બાબુઓમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટરે કોઈ પણ પૂર્વ સૂચના વગર કચેરીમાં પ્રવેશીને વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જમીન અને મિલકતને લગતા સરકારી કામોમાં થતા વિલંબને રોકવા માટે તેમણે કડક વલણ અપનાવ્યું હતું.

કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કચેરીમાં જઈને માત્ર મૌખિક સૂચનાઓ જ નહીં, પરંતુ મેન્ટેનન્સ સર્વેયરની કામગીરીની ઓનલાઈન સોફ્ટવેરમાં જાતે ચકાસણી કરી હતી. તેમણે ઓનલાઈન સિસ્ટમમાં કયા સ્તરે અરજીઓ પેન્ડિંગ છે અને તેના પાછળનું કારણ શું છે તે અંગે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત, તેમણે કચેરીના આવક રજીસ્ટર અને મેન્ટેનન્સ સર્વેયરની બરનીશી (ડેઈલી ડાયરી) તપાસીને કામકાજની પારદર્શિતા ચકાસી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે નીચે મુજબની મહત્વની સૂચનાઓ આપી હતી:

સમય મર્યાદામાં નિકાલ: બાકી રહેલી તમામ ફેરફાર અરજીઓનો નિયત સમય મર્યાદામાં નિકાલ કરવો.

હકારાત્મક પ્રતિસાદ: કચેરી ખાતે આવતા અરજદારો સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર કરવો અને તેમની રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવો.

કચેરીની સ્વચ્છતા: કચેરીના ભૌતિક વાતાવરણ અને સ્વચ્છતાની પણ ચકાસણી કરી સુધારા કરવા જણાવ્યું હતું.

આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન પેટલાદના પ્રાંત અધિકારી હિરેન બારોટ પણ કલેક્ટરેની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની આ મુલાકાત બાદ હવે જમીન મિલકતના ફેરફારની કામગીરીમાં વેગ આવશે તેવી આશા અરજદારો રાખી રહ્યા છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે વહીવટીતંત્રએ લોકોની સેવા માટે છે અને કામમાં બેદરકારી દાખવનાર સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic