Thursday, 11 June 2026
  • Home  
  • રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?
- ગુજરાત - મધ્ય ગુજરાત

રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક […]

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, પડોશી રાજ્યની સરહદ પરથી એક પરપ્રાંતિય પરિવાર રોજીરોટી કમાવવા માટે વડોદરા આવ્યું હતું. આ પરિવાર માંજલપુર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. ગત રોજ પરિવારની 12 વર્ષની દીકરીને અચાનક પ્રસૂતિની પીડા (વેણ) ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ એક તંદુરસ્ત બેબીને જન્મ આપ્યો હતો.

બાળકીના જન્મ બાદ સગીરાની તબિયત નાજુક જણાતા તેને હોસ્પિટલમાં જ દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે, આટલી નાની વયની સગીરા ગર્ભવતી કઈ રીતે બની? શું કોઈ હવસખોરે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે? શું આ કોઈ અનૈતિક સંબંધોનું પરિણામ છે કે અન્ય કોઈ ગંભીર ગુનો?

હાલમાં પોલીસ સગીરાના પરિવારના સભ્યોનો સંપર્ક કરી તેમની પૂછપરછ કરી રહી છે. સગીરાની હાલતમાં સુધારો થયા બાદ તેનું નિવેદન લેવામાં આવશે, જે બાદ જ આ આખા મામલા પરથી પડદો ઊંચકાશે. આ ઘટનાએ ફરી એકવાર વડોદરામાં સ્થળાંતરિત મજૂર પરિવારોની સુરક્ષા અને સગીરાઓના શોષણ સામે લાલબત્તી ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic