Thursday, 11 June 2026
  • Home  
  • ચારૂસેટ યુનિવર્સિટીનો નવો કીર્તિમાન, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી જેણે પરીક્ષાને બનાવી ‘પેપરલેસ’
- ગુજરાત - મધ્ય ગુજરાત

ચારૂસેટ યુનિવર્સિટીનો નવો કીર્તિમાન, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી જેણે પરીક્ષાને બનાવી ‘પેપરલેસ’

આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ (CHARUSAT) યુનિવર્સિટી એ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને પર્યાવરણ પ્રેમના સંગમથી એક નવી રાહ ચીંધી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ચારૂસેટ દ્વારા સતત 3 વર્ષથી ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં યુનિવર્સિટીની 10 કોલેજોના 18,000 થી વધારે વિદ્યાર્થીઓએ પરંપરાગત પેપર-પેન ને બદલે ટેબલેટ પર પરીક્ષા આપી છે. પર્યાવરણ અને […]

આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ (CHARUSAT) યુનિવર્સિટી એ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને પર્યાવરણ પ્રેમના સંગમથી એક નવી રાહ ચીંધી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ચારૂસેટ દ્વારા સતત 3 વર્ષથી ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં યુનિવર્સિટીની 10 કોલેજોના 18,000 થી વધારે વિદ્યાર્થીઓએ પરંપરાગત પેપર-પેન ને બદલે ટેબલેટ પર પરીક્ષા આપી છે.

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, આ ડિજિટલ પદ્ધતિને કારણે દર વર્ષે 50 લાખ જેટલા કાગળનો બચાવ થાય છે. ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો અને હોલ ટિકિટમાં વપરાતા કાગળનો ખર્ચ બંધ થતા અને પ્રિન્ટિંગની જરૂરિયાત ન રહેતા દર વર્ષે અંદાજે 625 વૃક્ષો કપાતા બચે છે. 900 થી વધુ માનવકલાકોની (Man-hours) બચત થાય છે. પેપર પ્રિન્ટિંગ, વિતરણ અને તેની સુરક્ષિત જાળવણીનો લાખોનો ખર્ચ બચે છે.

આ પરીક્ષાની સૌથી મોટી વિશેષતા એ છે કે વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં માત્ર પોતાનું આત્મવિશ્વાસ લાવવાનો હોય છે. પરીક્ષા માટે જરૂરી ટેબલેટ અને સ્ટાઈલસ પેન યુનિવર્સિટી દ્વારા જ આપવામાં આવે છે. ૧. ટેબલેટમાં જ વિદ્યાર્થીની હોલ ટિકિટ અને પ્રશ્નપત્ર લોડ થયેલ હોય છે. ૨. વિદ્યાર્થી સ્ટાઈલસ પેનથી ટેબલેટ પર જવાબો લખે છે. ૩. પરીક્ષા પૂર્ણ થતા જ ડેટા સુરક્ષિત રીતે ‘ક્લાઉડ’ પર સેવ થઈ જાય છે. ૪. પ્રોફેસરો પણ ઓનલાઈન લોગ-ઈન કરી પેપર ચેક કરી શકે છે અને તેમાં રિમાર્ક કે સર્કલ કરી શકે છે.

ચાલુ વર્ષે ચારૂસેટ દ્વારા લિમિટેડ વિદ્યાર્થીઓ માટે ‘ઓપન બુક એક્ઝામ’ અને ‘ઓટો ક્વેશ્ચન પેપર’ કન્સેપ્ટ શરૂ કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે રાખીને પોતાની તાર્કિક ક્ષમતાના આધારે જવાબો લખે છે. ઉલ્લેખનીય છે કે, ચારૂસેટની આ સફળતા જોઈને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એ પણ તેમની સાથે MOU કર્યા છે અને 2025 માં ત્યાં પણ પેપરલેસ પરીક્ષા લેવા માટે ચારૂસેટ માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.

સિંગાપોરની લિટલમોર ઇનોવેશન લેબ્સના સહયોગથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આજે ભારતની અન્ય યુનિવર્સિટીઓ માટે પથદર્શક બન્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic