Thursday, 11 June 2026
  • Home  
  • નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર PMના કાર્યક્રમમાં કરોડોના ખોટા બિલો ઉધારવાનો આક્ષેપ કર્યો છે.

સાંસદ મનસુખ વસાવાએ જાહેર કર્યું હતું કે, “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોદી પાસે ₹75 લાખની માંગણી કરી હતી. આ વાત અધિકારીએ જાતે જિલ્લા કલેક્ટરને જણાવી હતી. જ્યારે કલેક્ટરે મને અને ભાજપ પ્રમુખ નીલ રાવને આ વિશે વાત કરી ત્યારે તે અધિકારી રીતસરનો ધ્રૂજતો હતો.” મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું કે તેમણે જ અધિકારીને સલાહ આપી હતી કે ચૈતર વસાવાને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને પછી અધિકારીઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે.

આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, “જો મેં ₹75 લાખ માંગ્યા હોય તો મનસુખ વસાવા પુરાવા રજૂ કરે. મારા મોબાઈલની કોલ ડિટેલ્સ કઢાવો, જો મેં કોઈ અધિકારી સાથે આ બાબતે વાત પણ કરી હોય તો મારા પર કેસ કરો.”

ચૈતર વસાવાએ ભાજપ સરકારને ઘેરતા ગંભીર આક્ષેપો કર્યા કે:

  • નર્મદા જિલ્લામાં કુપોષણ અને સિકલસેલના દર્દીઓ માટે પૈસા નથી, પણ PMના કાર્યક્રમ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે.
  • કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલો, હોટલના બિલો અને બસોના ભાડા પેટે કરોડો રૂપિયાના ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે.
  • ભાજપના મળતીયાઓની એજન્સીઓને જ કામ આપીને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે.

ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના નામે જે પણ ખોટા બિલો ચૂકવવામાં આવ્યા છે, તે જો એક અઠવાડિયામાં પરત લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં આ વિવાદને પગલે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic