Friday, 30 October 2026
  • Home  
  • ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી, વાર્ષિકોત્સવમાં ગુંજ્યો દેશપ્રેમનો નાદ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી, વાર્ષિકોત્સવમાં ગુંજ્યો દેશપ્રેમનો નાદ

ભરૂચ: શિક્ષણની સાથે સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન કરતી ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડે (વાર્ષિકોત્સવ) ની હર્ષોલ્લાસ અને ભવ્ય સાંસ્કૃતિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ “જીવન એક ઉત્સવ છે” રાખવામાં આવી હતી, જેના દ્વારા બાળકોએ જીવનમાં શિક્ષણનું મૂલ્ય, પર્યાવરણ જાગૃતિ અને દેશભક્તિના પાઠ ભણાવ્યા હતા. વિદ્યાર્થીઓની કલા અને આત્મવિશ્વાસની ઝલક […]

ભરૂચ: શિક્ષણની સાથે સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન કરતી ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડે (વાર્ષિકોત્સવ) ની હર્ષોલ્લાસ અને ભવ્ય સાંસ્કૃતિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ “જીવન એક ઉત્સવ છે” રાખવામાં આવી હતી, જેના દ્વારા બાળકોએ જીવનમાં શિક્ષણનું મૂલ્ય, પર્યાવરણ જાગૃતિ અને દેશભક્તિના પાઠ ભણાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્કૂલના નાના-મોટા તમામ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટિકા અને સંદેશાત્મક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. બાળકોના આત્મવિશ્વાસભર્યા અભિનય અને સ્ટેજ પરની પ્રસ્તુતિ જોઈ વાલીઓ અને મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા. ખાસ કરીને “દેશ તમારા માટે શું કરી શકે છે તે પૂછો નહીં, તમે દેશ માટે શું કરી શકો છો તે પૂછો” ના સૂત્ર સાથે બાળકોએ નાગરિક જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો.

મેહાલી સ્કૂલની વિશેષતા એ રહી છે કે તે દરેક પ્રવૃત્તિમાં વાલીઓને સક્રિય ભાગીદાર બનાવે છે. આ કાર્યક્રમની સફળતા પાછળ શિક્ષકો અને વિદ્યાર્થીઓની દિવસો સુધીની આયોજનબદ્ધ પ્રેક્ટિસ અને શિસ્તબદ્ધ રિહર્સલ જવાબદાર હતી. વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સ્કૂલનું વિઝન બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રાખી, તેમને ભવિષ્યના જવાબદાર લીડર તરીકે તૈયાર કરવાનું છે, જે આ કાર્યક્રમમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અજયસિંહ રણા (ડાયરેક્ટર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક), સુનિલ ભટ્ટ (પ્રમુખ, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન), અશરફ નાથાણી (ટ્રસ્ટી, મેહાલી સ્કૂલ), જયપ્રકાશ મિશ્રા, સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic