Thursday, 11 June 2026
  • Home  
  • સુરતમાં ‘વગર કામે’ હોર્ન વગાડવું પડશે ભારે! ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અભિયાન શરૂ કર્યું
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

સુરતમાં ‘વગર કામે’ હોર્ન વગાડવું પડશે ભારે! ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અભિયાન શરૂ કર્યું

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે આજે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે એક મેગા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ટ્રાફિક સિગ્નલો પર બિનજરૂરી રીતે હોર્ન વગાડીને અન્ય લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરનારા વાહન ચાલકોને આ ડ્રાઇવ અંતર્ગત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર પોલીસનું માનવું છે કે, શહેરના […]

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે આજે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે એક મેગા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ટ્રાફિક સિગ્નલો પર બિનજરૂરી રીતે હોર્ન વગાડીને અન્ય લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરનારા વાહન ચાલકોને આ ડ્રાઇવ અંતર્ગત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેર પોલીસનું માનવું છે કે, શહેરના નાગરિકો તરીકે આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી શહેરનું ટ્રાફિક ભારણ શક્ય તેટલું ઓછું થઈ શકે અને બિનજરૂરી હોર્ન વગાડનારાઓ બીજાની માનસિક સ્થિતિને અસર કરે છે.

સુરત સિટી પોલીસે આ ડ્રાઇવને બે તબક્કામાં વહેંચી છે:

જનજાગૃતિ અભિયાન: ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ACP, PI સહિતના અધિકારીઓ શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલો પર પ્લે કાર્ડ લઈને ઊભા રહ્યા હતા અને વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા અંગે સમજણ આપી હતી. આ જનજાગૃતિ અભિયાન આગામી અઠવાડિયા સુધી ચાલશે.

શિક્ષાત્મક કાર્યવાહી: જાગૃતિ અભિયાન પૂર્ણ થયા બાદ, પોલીસ કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરશે અને નિયમનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોની અક્કલ ઠેકાણે લાવશે.

આ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિક પોલીસે ખાસ કરીને એવા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે જેમણે પોતાના વાહનોમાં મોડીફાઇડ હોર્ન લગાવ્યા છે. નિયમિત અવાજ કરતાં વધુ પ્રમાણમાં અવાજ આવતા હોર્ન લગાવનારા રિક્ષા ચાલકોને દંડ કરવામાં આવ્યો છે. પોલીસની કામગીરીમાં સહયોગ કરવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે, અને સુરત શહેર પોલીસ ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે પ્રયત્નશીલ છે.

સુરતમાં શરૂ કરાયેલી આ વિશેષ ડ્રાઇવ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે: શું ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાથી પીડાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા ગુજરાતના અન્ય મોટા શહેરોમાં પણ આ પ્રકારની ‘નો-હોર્ન’ ડ્રાઇવ શરૂ થવી જોઈએ? ટ્રાફિકના નિયમનું પાલન અને બિનજરૂરી હોર્નનો ઉપયોગ ટાળવો એ દરેક શહેરના નાગરિક માટે જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic