Saturday, 31 October 2026
  • Home  
  • આણંદમાં ૧૦ હજાર નગરજનો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી ભવ્ય ‘તિરંગા યાત્રા’
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં ૧૦ હજાર નગરજનો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી ભવ્ય ‘તિરંગા યાત્રા’

આણંદ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અવિસ્મરણીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ રેલીમાં ૧૦,૦૦૦ થી વધુ ઉત્સાહી નગરજનો અને યુવાનો સાથે […]

આણંદ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અવિસ્મરણીય અને ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ રેલીમાં ૧૦,૦૦૦ થી વધુ ઉત્સાહી નગરજનો અને યુવાનો સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. આણંદ-વિદ્યાનગર રોડ પર ઉમટી પડેલા જનમેદનીના અભૂતપૂર્વ ઉત્સાહથી સમગ્ર આણંદ શહેર દેશભક્તિના અનન્ય રંગે રંગાઈ ગયું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી સર્વ રમણ સોલંકી, કમલેશ પટેલ, સંજય સિંહ મહિડા, સાંસદ મિતેશ પટેલ અને સ્થાનિક ધારાસભ્યોએ સત્તાવાર લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં સૌથી વિશેષ બાબત એ રહી કે તમામ ઉચ્ચ પદાધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓએ પોતાની પદ અને પ્રતિષ્ઠા ભૂલીને એક સામાન્ય નાગરિકની જેમ હાથમાં તિરંગો લઈને કદમથી કદમ મિલાવ્યા હતા. યાત્રા વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થઈ શહીદ ચોક, ભાઈકાકા સ્ટેચ્યુ અને વિદ્યાનગર રોડ પરથી પસાર થઈને આણંદ ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઊઠ્યું હતું.

આ તિરંગા યાત્રામાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ સમગ્ર વહીવટી માળખું અને સુરક્ષા દળો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા:

  • અગ્રેસર ટુકડીઓ: તિરંગા ધ્વજ સાથે બાઈક સવાર પોલીસ જવાનો, ઘોડેશ્વાર પોલીસ, અને સુરક્ષા દળોનું બેન્ડ.
  • સુરક્ષા દળો: પોલીસના વીર જવાનો, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટીઆરબી (TRB) અને ગ્રામ રક્ષક દળના જવાનો.
  • યુવા શક્તિ: એનસીસી બોયઝ અને ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ, રમતવીરો, અને વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વિશેષ વેશભૂષામાં જોડાયા હતા.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડની બંને બાજુ આવેલી તમામ મુખ્ય ઇમારતો પર રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર માર્ગના વીજળીના થાંભલાઓ પર આકર્ષક રોશની અને લાઈટિંગ સીરીઝ લગાવાઈ હતી. વિદ્યાર્થીઓએ રસ્તા પર દેશભક્તિના ગીતો પર વિશેષ નૃત્ય રજૂ કરીને સહેલાણીઓ અને નગરજનોના દિલ જીતી લીધા હતા.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic