Thursday, 11 June 2026

Tag: Anand News

ગુજરાત મધ્ય ગુજરાત

“રાષ્ટ્રીય ફરજ નિભાવો, સેલ્ફ-એન્યુમરેશન કરો”, કરમસદ આણંદ મ્યુનિ. કમિશનરની નાગરિકોને અપીલ

આણંદ: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના (વસ્તીગણતરી-૨૦૨૭) પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ‘સ્વ-ગણના’ (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ ધમધમી રહ્યું છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરીને સેલ્ફ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સોજીત્રા પોલીસનું ‘ઓપરેશન મિલાપ’ : અપહરણ કરાયેલી સગીરાને ગણતરીના કલાકોમાં કંપનીમાંથી શોધી કાઢી

સોજીત્રા: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી (ક્રાઈમ અને રેલ્વેઝ), ગાંધીનગરના હુકમ અન્વયે રાજ્યમાં ગુમ થયેલા તેમજ અપહરણ કરાયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવા માટે ‘ઓપરેશન મિલાપ’ નામની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશને એક મોટી સફળતા મેળવી છે. પોલીસે અપહરણના ગુનાનો ભેદ ઉકેલીને ભોગ બનનાર સગીરાને હેમખેમ છોડાવી […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદમાં ઉતરેલી માસૂમ બાળકી એક મહિના બાદ માતાને મળી

આણંદ: વહીવટી તંત્રની સતર્કતા અને માનવીય અભિગમ જ્યારે ભેગા થાય છે ત્યારે કેવી હૃદયસ્પર્શી ઘટનાઓ બને છે તેનું ઉત્તમ ઉદાહરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું છે. આણંદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના અથાક પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના ધૂપગીરી ગામની ૧૦ વર્ષની બાળકી એક મહિનાના વિરહ બાદ પોતાના પરિવાર સાથે હેમખેમ પુનઃમિલન પામી છે. બિનવારસી હાલતમાં મળી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણી : ચૂંટણી કાર્ડ ન હોય તો મૂંઝાશો નહીં, આ 12 વૈકલ્પિક દસ્તાવેજો બતાવીને પણ કરી શકાશે મતદાન

આણંદ: મહીસાગર અને આણંદ જિલ્લાની સરહદે આવેલી 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23મી એપ્રિલ, ગુરુવારના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. સવારે 7:00 થી સાંજના 6:00 કલાક સુધી ચાલનારા આ મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક મતદારે મતદાન મથકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવી અનિવાર્ય છે. ચૂંટણી […]

ગુજરાત મધ્ય ગુજરાત

Gujarat Election : આણંદ મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયત માટે 1700 મતદાન મથકો તૈયાર

આણંદ: જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને આંકડાકીય વિગતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કરમસદ-આણંદ મહાનગરપાલિકા, 6 નગરપાલિકાઓ, 40 જિલ્લા પંચાયત બેઠકો અને 192 તાલુકા પંચાયત […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં હીટવેવનો સામનો કરવા તંત્ર સજ્જ, સિવિલ હોસ્પિટલમાં 24×7 ડોક્ટરોની ટીમ તૈનાત

આણંદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. વધતી જતી ગરમીને કારણે નાગરિકોને લૂ લાગવી કે ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ ન નડે તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જનરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઇમર્જન્સી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદને ‘સ્માર્ટ સિટી’ બનાવવાનો ભાજપનો માસ્ટર પ્લાન, વિકાસના વાયદા સાથે ‘સંકલ્પ પત્ર’ લોન્ચ

આણંદ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ આણંદ-કરમસદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યું છે. ભાજપે આ સંકલ્પ પત્ર દ્વારા શહેરના નાગરિકોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની ખાતરી આપી છે. દિગ્ગજ નેતાઓની ફોજ વચ્ચે સંકલ્પ પત્રનું વિમોચન આણંદ ખાતે […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણી : ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા શરૂ

ઉમરેઠ: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી ૨૩મી એપ્રિલે યોજાનારી પેટાચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ભારતનું ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ખાસ કરીને ચૂંટણીના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવતા હોય છે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનનું […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણીમાં પોલીસનું લોખંડી બંદોબસ્ત, ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી રખાશે બાજ નજર

ઉમરેઠ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે જ આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ પણ તેજ બન્યો છે. આ મહત્વની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી રાજ્યના પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવે આજે આણંદની મુલાકાત લીધી હતી. તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ચૂંટણી તંત્ર એક્શન મોડમાં, મુખ્ય નિર્વાચન અધિકારીએ કરી સમીક્ષા

આણંદ: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉમરેઠ પેટાચૂંટણીની પૂર્વતૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પાસાઓ પર અધિકારીઓને માર્ગદર્શન મુખ્ય નિર્વાચન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic