Friday, 17 April 2026
  • Home  
  • ઉમરેઠ પેટાચૂંટણી : ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા શરૂ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણી : ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા શરૂ

ઉમરેઠ: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી ૨૩મી એપ્રિલે યોજાનારી પેટાચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ભારતનું ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ખાસ કરીને ચૂંટણીના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવતા હોય છે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનનું […]

ઉમરેઠ: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી ૨૩મી એપ્રિલે યોજાનારી પેટાચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ભારતનું ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ખાસ કરીને ચૂંટણીના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવતા હોય છે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, ચૂંટણી ફરજ પરના કુલ ૨૧૨ અધિકારી-કર્મચારીઓ માટે તા. ૧૫, ૧૬ અને ૧૭ એપ્રિલ દરમિયાન ઓડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

મતદાનના પ્રથમ દિવસે જ કુલ ૪૧ જેટલા કર્મયોગીઓએ મતદાન કર્યું હતું. જેમાં ૧૧ મહિલા અને ૩૦ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ પોતાની સરકારી ફરજની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવીને અન્ય લોકો માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી.

ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, બાકી રહેલા ૧૭૧ જેટલા કર્મચારીઓ આગામી શુક્રવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી નિર્ધારિત સ્થળે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકશે. આ માટે તમામ કર્મચારીઓને અગાઉથી જાણ કરવામાં આવી છે અને સ્થળ પર મતદાન માટેની ગુપ્તતા જળવાય તે મુજબની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આગામી ૨૩મી એપ્રિલના રોજ મુખ્ય મતદાન યોજાશે, જેમાં ઉમરેઠની જનતા પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે. તે પૂર્વે સરકારી તંત્રએ પોતાની લોકશાહી ફરજ અદા કરીને ચૂંટણી પ્રક્રિયાના શ્રીગણેશ કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic