Friday, 17 April 2026
  • Home  
  • મહીસાગરમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર રિક્ષા ચાલકો સામે થશે કડક કાર્યવાહી
- ગુજરાત - મધ્ય ગુજરાત

મહીસાગરમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર રિક્ષા ચાલકો સામે થશે કડક કાર્યવાહી

લુણાવાડા: મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી’ની અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. બાળકોની સુરક્ષા અંગે કલેક્ટરનું કડક વલણ બેઠક દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે શાળાએ […]

લુણાવાડા: મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી’ની અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

બેઠક દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે શાળાએ જતા બાળકોની સલામતી અંગે ગંભીરતા દાખવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા એ ગંભીર ગુનો છે. જે કોઈ રિક્ષા ચાલકો બાળકોના જીવના જોખમે રિક્ષા હંકારતા જણાશે, તેમની સામે કોઈ પણ પ્રકારની દયા દાખવ્યા વગર કડકમાં કડક કાનૂની કાર્યવાહી (Strict Action) કરવા માટે આરટીઓ (RTO) અને પોલીસ વિભાગને આદેશ આપ્યા છે.

જિલ્લા મથક લુણાવાડા શહેરમાં સતત વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને લઈ, કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને ‘એક્શન મોડ’માં આવવા જણાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું સુદ્રઢ અને કાયમી નિવારણ લાવવા માટે ત્વરિત કામગીરી હાથ ધરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ડી.વાય.એસ.પી. (DySP), સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને રોડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરાવવા તાકીદ કરવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic