Monday, 20 April 2026
  • Home  
  • આણંદમાં હીટવેવનો સામનો કરવા તંત્ર સજ્જ, સિવિલ હોસ્પિટલમાં 24×7 ડોક્ટરોની ટીમ તૈનાત
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં હીટવેવનો સામનો કરવા તંત્ર સજ્જ, સિવિલ હોસ્પિટલમાં 24×7 ડોક્ટરોની ટીમ તૈનાત

આણંદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. વધતી જતી ગરમીને કારણે નાગરિકોને લૂ લાગવી કે ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ ન નડે તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જનરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઇમર્જન્સી […]

આણંદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. વધતી જતી ગરમીને કારણે નાગરિકોને લૂ લાગવી કે ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ ન નડે તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જનરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ વિગતો આપતા જણાવ્યું કે, હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખી હોસ્પિટલમાં પાંચ બેડ ધરાવતો સ્પેશિયલ ઇમર્જન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 24 કલાક મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેથી ગરમીની અસર હેઠળ આવતા દર્દીઓને વિલંબ વગર સારવાર મળી રહે.

હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ હીટવેવની અસર ધરાવતા દર્દીઓ આવી રહ્યા છે. ડો. અમર પંડ્યાના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્દીઓમાં ડિહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) ની સામાન્ય તકલીફ જોવા મળી રહી છે. ગરમીના કારણે ચક્કર આવવા, અસહ્ય માથાનો દુખાવો, બેભાન થઈ જવું કે ઝાડા-ઉલટી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે:

  • બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું.
  • દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવું.
  • આછા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા.
  • જો અશક્તિ કે ચક્કર જેવું જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic