• Home  
  • ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદમાં ઉતરેલી માસૂમ બાળકી એક મહિના બાદ માતાને મળી
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદમાં ઉતરેલી માસૂમ બાળકી એક મહિના બાદ માતાને મળી

આણંદ: વહીવટી તંત્રની સતર્કતા અને માનવીય અભિગમ જ્યારે ભેગા થાય છે ત્યારે કેવી હૃદયસ્પર્શી ઘટનાઓ બને છે તેનું ઉત્તમ ઉદાહરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું છે. આણંદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના અથાક પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના ધૂપગીરી ગામની ૧૦ વર્ષની બાળકી એક મહિનાના વિરહ બાદ પોતાના પરિવાર સાથે હેમખેમ પુનઃમિલન પામી છે. બિનવારસી હાલતમાં મળી […]

આણંદ: વહીવટી તંત્રની સતર્કતા અને માનવીય અભિગમ જ્યારે ભેગા થાય છે ત્યારે કેવી હૃદયસ્પર્શી ઘટનાઓ બને છે તેનું ઉત્તમ ઉદાહરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું છે. આણંદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના અથાક પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના ધૂપગીરી ગામની ૧૦ વર્ષની બાળકી એક મહિનાના વિરહ બાદ પોતાના પરિવાર સાથે હેમખેમ પુનઃમિલન પામી છે.

ઘટનાની વિગત એવી છે કે, ગત ૬ એપ્રિલના રોજ રાત્રે ૧-૦૦ કલાકે આણંદ રેલવે સ્ટેશન પર રેલવે ચાઇલ્ડ લાઇનને આ ૧૦ વર્ષની બાળકી એકલી અને બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાળકી ખૂબ જ ગભરાયેલી હતી. તેને તાત્કાલિક સુરક્ષિત આશ્રય માટે આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં ખસેડવામાં આવી હતી.

સેન્ટરના નિષ્ણાતો દ્વારા બાળકીને સાંત્વના આપવામાં આવી અને સતત પ્રેમપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ધીમે ધીમે બાળકીનો ડર ઓછો થતા તેણે જણાવ્યું કે તે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગઈ હતી અને ભૂલથી આણંદ રેલવે સ્ટેશને ઉતરી ગઈ હતી. બાળકીએ આપેલા સરનામાના આધારે આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી પશ્ચિમ બંગાળના પોલીસ તંત્ર અને બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

દીકરી સુરક્ષિત હોવાના સમાચાર મળતા જ તેની માતા પશ્ચિમ બંગાળથી આણંદ દોડી આવ્યા હતા. તમામ જરૂરી વહીવટી પ્રક્રિયા અને ખરાઈ પૂર્ણ કર્યા બાદ, ગત ૬ મેના રોજ આ દીકરીને સત્તાવાર રીતે તેની માતાને સોંપવામાં આવી હતી. એક મહિના બાદ જ્યારે માતા-પુત્રી એકબીજાને વળગ્યા ત્યારે ત્યાં હાજર વહીવટી સ્ટાફ અને વોલેન્ટિયરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, સખી વન સ્ટોપ સેન્ટરની આ સરાહનીય કામગીરીને કારણે એક વિખૂટો પડેલો પરિવાર ફરીથી એકઠો થયો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી તંત્રની સતર્કતા કોઈના જીવનમાં નવો ઉજાસ લાવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic