Tuesday, 1 September 2026
  • Home  
  • વડોદરામાં એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ : સમગ્ર રાજ્યમાં ભારે માવઠાનું એલર્ટ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ : સમગ્ર રાજ્યમાં ભારે માવઠાનું એલર્ટ

વડોદરા: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતાં શિયાળાના પ્રારંભે જ ચોમાસા જેવો માહોલ છવાયો છે. વડોદરા શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ફરી એકવાર ધોધમાર વરસાદે હાજરી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. […]

વડોદરા: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતાં શિયાળાના પ્રારંભે જ ચોમાસા જેવો માહોલ છવાયો છે. વડોદરા શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ફરી એકવાર ધોધમાર વરસાદે હાજરી આપી હતી.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પણ આ કમોસમી વરસાદની અસર દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા માં પણ માવઠાનો માર યથાવત છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. એક વધુ સિસ્ટમ સક્રિય થતાં વડોદરા સહિત ૧૫ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના એલર્ટને પગલે રાજ્ય તંત્રમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિનો સામનો કરવા માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને ઠંડકનો અહેસાસ થતાં શહેરીજનો વિચિત્ર મૂંઝવણ અનુભવી રહ્યા છે. લોકોને સમજાતું નથી કે શિયાળાના માહોલમાં ઠંડીથી બચવા જેકેટ પહેરવું, કે પછી કમોસમી વરસાદથી બચવા માટે છત્રી અને રેઈનકોટ લઈને નીકળવું. હવામાનના આ જોરદાર પલટાએ સામાન્ય જનજીવન પર અસર કરી છે અને આગામી દિવસોમાં પણ હવામાન સ્થિર થવાના કોઈ સંકેતો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic