Thursday, 29 October 2026
  • Home  
  • રક્ષાબંધન પર બહેનો માટે ખુશખબર : પોસ્ટ ઓફિસમાં માત્ર રૂ.૧૦ માં મળશે વોટર-રેઝિસ્ટન્ટ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ!
- ગુજરાત - લાઈફસ્ટાઈલ

રક્ષાબંધન પર બહેનો માટે ખુશખબર : પોસ્ટ ઓફિસમાં માત્ર રૂ.૧૦ માં મળશે વોટર-રેઝિસ્ટન્ટ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ!

અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ અને વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી સુરક્ષિત, આકર્ષક અને સમયસર પહોંચી શકે તે માટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ (PMG) કૃષ્ણ કુમાર યાદવે વિશેષ ડિઝાઇનર રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ […]

અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ અને વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી સુરક્ષિત, આકર્ષક અને સમયસર પહોંચી શકે તે માટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ (PMG) કૃષ્ણ કુમાર યાદવે વિશેષ ડિઝાઇનર રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ લોન્ચ કર્યા છે.

આ વિશેષ વોટર-રેઝિસ્ટન્ટ રાખડી કવર અને બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બ્રાંચ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ (RMS) ના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે:

  • ડિઝાઇનર કવર: ૧૧ સે.મી. × ૨૨ સે.મી. કદ ધરાવતા આ આકર્ષક કવર ‘વોટર-રેઝિસ્ટન્ટ’ (પાણી પ્રતિરોધક) છે, જેથી ચોમાસાના વરસાદમાં પણ કવર પલળશે નહીં અને રાખડી સંપૂર્ણ સુરક્ષિત રહેશે. ત્રણ અલગ-અલગ સુંદર ડિઝાઇનમાં ઉપલબ્ધ આ કવરની કિંમત માત્ર ₹૧૦ (પોસ્ટેજ ચાર્જ સિવાય) રાખવામાં આવી છે.
  • રાખડી ગિફ્ટ બોક્સ: રાખડીની સાથે મીઠાઈ, ભેટસોગાદો અને ઉપહારો મોકલવા માટે ૩ અલગ-અલગ ક્ષમતાવાળા ગિફ્ટ બોક્સ પણ લોન્ચ કરાયા છે:
    • ૨૫૦ ગ્રામ ક્ષમતાનું બોક્સ: ₹૩૫
    • ૫૦૦ ગ્રામ ક્ષમતાનું બોક્સ: ₹૪૦
    • ૧ કિલોગ્રામ ક્ષમતાનું બોક્સ: ₹૫૦

આ ગિફ્ટ બોક્સ દ્વારા ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ અને વિદેશમાં સરળતાથી ગિફ્ટ મોકલી શકાશે.

રાખડી કવર અને ગિફ્ટ બોક્સની વિશિષ્ટ રંગીન ડિઝાઇનમાં ભારતીય ટપાલનો લોગો, રાખડી, પુષ્પ, પૂજા થાળી અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું મનોહર ચિત્રણ કરાયું છે. આ અલગ ડિઝાઇનના કારણે ટપાલ છંટકાવ (Sorting) કરતી વખતે રાખડીના કવર તરત જ અલગ ઓળખાઈ જશે, જેનાથી સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં ટપાલનું વિતરણ સુનિશ્ચિત કરી શકાશે. આ ઉપરાંત, વિદેશમાં વસતા ભાઈઓ માટે ‘ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા’ (International Tracked Packet Service) દ્વારા અત્યંત વ્યાજબી દર અને સુરક્ષા સાથે રાખડી મોકલવાની સુવિધા આપવામાં આવી છે.

બહેનોને રાખડીનું બુકિંગ કરાવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળોએ સમયગાળો લંબાવવામાં આવ્યો છે:

  • ૨૪ કલાક ખુલ્લા રહેતા કાઉન્ટર: અમદાવાદમાં શાહીબાગ સ્પીડ પોસ્ટ ભવન (NSH), મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ, તેમજ ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ (RMS) ના કાઉન્ટરો પર ૨૪ કલાક બુકિંગ સેવા ઉપલબ્ધ રહેશે.
  • રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા સેન્ટર: અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ, રેલવેપુરા, ડીસા, પાલનપુર, ગાંધીનગર, કલોલ અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી બુકિંગ કરી શકાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic