Wednesday, 2 September 2026
  • Home  
  • વિશ્વ લંગ કેન્સર દિવસ ૨૦૨૬ : GCRI અમદાવાદ ખાતે ૫ વર્ષમાં ફેફસાના કેન્સરના ૪,૮૩૦ કેસ નોંધાયા
- દેશ-દુનિયા - લાઈફસ્ટાઈલ

વિશ્વ લંગ કેન્સર દિવસ ૨૦૨૬ : GCRI અમદાવાદ ખાતે ૫ વર્ષમાં ફેફસાના કેન્સરના ૪,૮૩૦ કેસ નોંધાયા

અમદાવાદ. દર વર્ષે ૧લી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ લંગ કેન્સર દિવસ’ (World Lung Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. ફેફસાનું કેન્સર એ વૈશ્વિક સ્તરે કેન્સરથી થતા મૃત્યુઓમાં સૌથી મોટું કારણ છે. આ ગંભીર બીમારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા અને જાગૃતિ ફેલાવવા માટે ‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (GCRI), અમદાવાદ દ્વારા “તમાકુ છોડો, ફેફસાં […]

અમદાવાદ. દર વર્ષે ૧લી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ લંગ કેન્સર દિવસ’ (World Lung Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. ફેફસાનું કેન્સર એ વૈશ્વિક સ્તરે કેન્સરથી થતા મૃત્યુઓમાં સૌથી મોટું કારણ છે. આ ગંભીર બીમારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા અને જાગૃતિ ફેલાવવા માટે ‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (GCRI), અમદાવાદ દ્વારા “તમાકુ છોડો, ફેફસાં બચાવો – સમયસર તપાસ કરાવો, જીવન બચાવો” નો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ સામે શ્રેષ્ઠ, આધુનિક અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ રહી છે.

GLOBOCAN-૨૦૨૨ ના વૈશ્વિક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ફેફસાના કેન્સરના અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકો આ રોગના કારણે જીવ ગુમાવે છે. વિશ્વભરમાં દર વર્ષે ૨૬ લાખથી વધુ નવા કેસ અને ૧૮ લાખથી વધુ દર્દીઓના મૃત્યુ થાય છે, જે ફેફસાના કેન્સરને સમગ્ર વિશ્વનું સૌથી વધુ મૃત્યુકારક કેન્સર બનાવે છે.

‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – GCRI’, અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કેસોમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો છે. GCRI દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ:

વર્ષફેફસાના કેન્સરના નોંધાયેલા કેસ
૨૦૨૧૮૧૩
૨૦૨૨૮૬૫
૨૦૨૩૯૩૩
૨૦૨૪૧,૦૮૬
૨૦૨૫૧,૧૩૩
કુલ (૫ વર્ષ)૪,૮૩૦ દર્દીઓ

નોંધપાત્ર વાત એ છે કે, નોંધાયેલા કુલ ૪,૮૩૦ દર્દીઓમાંથી ૩,૯૩૧ (૮૧.૪%) પુરુષ દર્દીઓ અને ૮૯૯ (૧૮.૬%) મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.

જોખમકારક પરિબળો (Risk Factors):

ફેફસાના કેન્સર માટે બીડી, સિગારેટ કે તમાકુનું પ્રત્યક્ષ સેવન, પરોક્ષ ધૂમ્રપાન (Passive Smoking), હવાનું પ્રદૂષણ, તેમજ ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા ઝેરી પદાર્થોના સતત સંપર્કમાં રહેવું એ મુખ્ય કારણો છે.

આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો:

૧. લાંબા સમય સુધી ચાલતી ઉધરસ

૨. ઉધરસમાં લોહી પડવું

૩. શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો

૪. અવાજમાં અચાનક ફેરફાર થવો કે વજન ઘટવું

નોંધ: શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં રોગનું નિદાન મોડું થાય છે. પરંતુ સમયસર સ્ક્રીનિંગ અને વહેલું નિદાન થાય તો દર્દીનો જીવ બચાવી શકાય છે.

વર્ષ ૧૯૭૨થી કાર્યરત GCRI અમદાવાદ ખાતે ફેફસાના કેન્સરના દર્દીઓ માટે વિશ્વસ્તરીય સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે:

  • અદ્યતન ટેકનોલોજી: રોબોટિક સર્જરી, PET-CT, 3 Tesla MRI, 128 CT Scan અને બ્રોન્કોસ્કોપી.
  • રેડિયેશન અને થેરાપી: CyberKnife, TrueBeam, TomoTherapy જેવી અદ્યતન રેડિયેશન સારવાર ઉપરાંત કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી.
  • નિઃશુલ્ક સારવાર: PMJAY-MA જેવી સરકારી યોજનાઓ હેઠળ દર્દીઓને આ તમામ મોંઘી સારવાર નિઃશુલ્ક અથવા અત્યંત રાહત દરે પૂરી પાડવામાં આવે છે.

તમાકુનો સંપૂર્ણ ત્યાગ, સ્વસ્થ જીવનશૈલી અને સમયસર તપાસ જ ફેફસાના કેન્સર સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic