Friday, 30 October 2026

Tag: Corruption

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત સરકારે બે તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને ઘરભેગા કર્યા, ફરજિયાત નિવૃત્તિનો હુકમ!

ગાંધીનગર:રાજ્ય પ્રશાસનમાં ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ અને કામગીરીમાં ઘોર બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે ગુજરાત સરકારે વ્યાપક સ્તરે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કડક કાર્યવાહી સક્રિય કરી છે. રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મોટી કડક અમલીકરણ કાર્યવાહી કરતા બે તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરવાનો આકરો હુકમ જારી કરવામાં આવ્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપી દોઢ ટનના AC બાદ રૂ. ૪૦,૦૦૦ની લાંચ લેતો આંકલાવ PI રંગે હાથ ઝડપાયો!

આણંદ: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રના દાવાઓ વચ્ચે એસીબી (ACB) દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે સતત સકંજા કસવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આણંદ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલિયાવાડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે તેવા ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર જ લાંચ લેતા એસીબીના સળિયા પાછળ […]

ગુજરાત મધ્ય ગુજરાત

Vadodara : MLA કેતન ઈનામદારે જ પોતાની સરકાર સામે બાંયો ચડાવી, ૨૪ કરોડના પુલના બાંધકામમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો!

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સાવલી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP) ના જ વરિષ્ઠ ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાની જ સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર લખીને સાવલી તાલુકામાં બનેલા અતિ મહત્વના બ્રિજ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા તોડકાંડમાં કલેક્ટરનો મોટો ‘યુ-ટર્ન’: મનસુખ વસાવા સામે સ્વીકાર્યું, “ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હતા”

રાજપીપળા/નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં આજે અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. સાંસદ મનસુખ વસાવા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે કલેક્ટર કચેરીએ રૂબરૂ ખરાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરે સ્વીકાર્યું છે […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી : સરદાર ગંજમાં ધનલક્ષ્મી પ્લાસ્ટિક પર દરોડા, ૨૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરદાર ગંજ વિસ્તારમાં દરોડા: ૧૨૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક મળ્યું તાજેતરમાં મહાનગરપાલિકાની […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ: ગરીબોના મોંનો કોળિયો છીનવતું અનાજ કરજણ પોલીસે ઝડપી પાડ્યું

વડોદરા/કરજણ: વડોદરા જિલ્લામાં સરકારી અનાજનું કાળુંબજાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કરજણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાદરાના સરકારી ગોડાઉનમાંથી સગેવગે કરવામાં આવતા સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે ટેમ્પો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. ઘઉં, ચોખા અને ચણાની 185 બોરીઓ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત, પ્રજાના કામોની અવગણના’ : અમિબેન રાવત

વડોદરા શહેરમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને કોર્પોરેટર અને વિપક્ષના નેતા અમી રાવતે મેયર પીન્કીબેન સોનીને એક ગંભીર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરના ૩૨ રોડના કામ ૧૦ મહિના પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવા છતાં, માત્ર ખાતમુહૂર્ત (ઉદઘાટન) ન થવાને કારણે હજી સુધી શરૂ થઈ શક્યા નથી. કોર્પોરેટરે જણાવ્યું […]

દેશ-દુનિયા

લાંચ લેતા ઝડપાયેલા NHIDCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સ્થળોએ CBIના દરોડા

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધના તેના અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના ગુવાહાટી રિજનલ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રિજનલ ઓફિસર મૈસનમ રિતેન કુમાર સિંહના કાર્યાલય અને રહેણાંક પરિસરો પર CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રિતેન કુમાર સિંહને CBI દ્વારા ૧૪ […]

દેશ-દુનિયા

નેપાળમાં આંદોલન હિંસક બન્યું, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં ફાટી નીકળેલા આંદોલનના પરિણામે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કાઠમંડુમાં અનેક દિવસોથી ચાલી રહેલા પ્રદર્શનોએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભક્તપુરના બાલકોટ સ્થિત પૂર્વ વડાપ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનને આગ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic