Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરામાં રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ: ગરીબોના મોંનો કોળિયો છીનવતું અનાજ કરજણ પોલીસે ઝડપી પાડ્યું
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ: ગરીબોના મોંનો કોળિયો છીનવતું અનાજ કરજણ પોલીસે ઝડપી પાડ્યું

વડોદરા/કરજણ: વડોદરા જિલ્લામાં સરકારી અનાજનું કાળુંબજાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કરજણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાદરાના સરકારી ગોડાઉનમાંથી સગેવગે કરવામાં આવતા સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે ટેમ્પો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. ઘઉં, ચોખા અને ચણાની 185 બોરીઓ […]

વડોદરા/કરજણ: વડોદરા જિલ્લામાં સરકારી અનાજનું કાળુંબજાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કરજણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાદરાના સરકારી ગોડાઉનમાંથી સગેવગે કરવામાં આવતા સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે ટેમ્પો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે કરજણ જુના બજાર પાસેથી એક શંકાસ્પદ ટેમ્પો અટકાવ્યો હતો. જેની તપાસ કરતા તેમાંથી ઘઉં, ચોખા અને ચણાની કુલ 185 બોરીઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો પાદરા સરકારી ગોડાઉનનો છે અને તેને બજારમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો.

ચોખાની બોરીઓ ઉપર ‘ફોર્ટીફાઇડ રાઈસ પ્રકાશ ફૂડ પ્રોસેસિંગ’, ‘લક્ષ્મી રાઈસ’ અને ‘કે.કે. એન્ટરપ્રાઇઝ’ જેવા લેબલ મળી આવ્યા છે. દરેક બોરી ઉપર “ગણ રાજ્ય સહકારી વિતરણ સંઘ મર્યાદિત” એવું સત્તાવાર લખાણ જોવા મળ્યું છે. પોલીસે કુલ ₹7.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કરજણ પોલીસે ટેમ્પો ચાલક કાના કાળુભાઇ મીરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં માત્ર એક ડ્રાઈવર જ નહીં, પરંતુ ગોડાઉનના સંચાલકો કે પુરવઠા વિભાગના મોટા માથાઓની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાદરાથી કરજણ સુધી આ અનાજ કેવી રીતે પહોંચ્યું અને તેનો અસલી આકા કોણ છે, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic