Tuesday, 21 April 2026
  • Home  
  • Gujarat Election : ભાજપે સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે ખોલ્યા પત્તા, પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Election : ભાજપે સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે ખોલ્યા પત્તા, પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ યાદીમાં સૌથી મોટું આકર્ષણ પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનું નામ છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના આ અધિકારીએ તાજેતરમાં જ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું, જેનો સ્વીકાર […]

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ યાદીમાં સૌથી મોટું આકર્ષણ પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનું નામ છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના આ અધિકારીએ તાજેતરમાં જ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું, જેનો સ્વીકાર થતાની સાથે જ તેઓ આજે ભાજપમાં જોડાયા હતા અને પક્ષે તેમને તુરંત જ ટિકિટ પણ ફાળવી દીધી છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ નામો પર મહોર મારવામાં આવી હતી. શામળાજીના વતની મનોજ નિનામા અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ (Odh) બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. અરવલ્લી જિલ્લા પંચાયતની અન્ય બેઠકો જેવી કે આકરુન્દ, બાંઠીવાડા અને બેલ્યો માટે પણ બળવંતભાઈ ભોઈ અને ભાવનાબેન ડામોર જેવા નામોની જાહેરાત કરવામાં આવી છે.

મનોજ નિનામાના રાજીનામાને લઈને વહીવટી વર્તુળોમાં અગાઉથી જ ચર્ચા હતી કે તેઓ રાજકીય ઇનિંગ શરૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે સેન્સ પ્રક્રિયા દરમિયાન ગોપનીય રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી. હવે જ્યારે ભાજપે તેમને મેદાને ઉતાર્યા છે, ત્યારે શામળાજી પંથકમાં ભાજપનું પલ્લું ભારે રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે ગઈકાલથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપની આ પ્રથમ યાદી બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic