Sunday, 19 April 2026
  • Home  
  • અંધકારને ચીરી રમતની રોશની ફેલાવતી દીકરીઓ : ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ સંપન્ન
- ગુજરાત - મધ્ય ગુજરાત

અંધકારને ચીરી રમતની રોશની ફેલાવતી દીકરીઓ : ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ સંપન્ન

વલ્લભ વિદ્યાનગર: રમતગમત માત્ર શારીરિક કૌશલ્ય નથી, પણ આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ વાતને સાર્થક કરતા સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સંયુક્ત ઉપક્રમે તથા ચારુસેટ યુનિવર્સિટીના વિશેષ સહયોગથી ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ પ્રેક્ટિસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૮ જાન્યુઆરી થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલેલા આ કેમ્પમાં […]

વલ્લભ વિદ્યાનગર: રમતગમત માત્ર શારીરિક કૌશલ્ય નથી, પણ આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ વાતને સાર્થક કરતા સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સંયુક્ત ઉપક્રમે તથા ચારુસેટ યુનિવર્સિટીના વિશેષ સહયોગથી ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ પ્રેક્ટિસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૮ જાન્યુઆરી થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલેલા આ કેમ્પમાં દીકરીઓએ રમતની ઝીણવટભરી તાલીમ મેળવી હતી.

આ પ્રેક્ટિસ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં ઓડિશા ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ખેલાડીઓને તૈયાર કરવાનો હતો. સેતુ ટ્રસ્ટ ખાતે અત્યંત પારદર્શક રીતે પસંદ થયેલી ગુજરાતની ટીમ હવે નેશનલ લેવલે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

કેમ્પ દરમિયાન ખેલાડીઓને અનુભવી કોચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું:

  • શાહરુખ શેખ (ઉપપ્રમુખ – બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન, ગુજરાત)
  • નરેશકુમાર તુમરા (જોઈન્ટ સેક્રેટરી – બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન, ગુજરાત)
  • દિનેશ રાઠવા અને નવરત ડામોર

આ નિષ્ણાતો દ્વારા બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને શારીરિક ફિટનેસની સઘન તાલીમ આપવામાં આવી હતી.

કેમ્પના સમાપન અને પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી, પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ, ટ્રસ્ટી રાધાબેન પટેલ અને ચારુસેટ યુનિવર્સિટીના પ્રિતેશ પટેલે ઉપસ્થિત રહી ખેલાડીઓને બિરદાવ્યા હતા. મહેમાનોએ જણાવ્યું હતું કે, રમતગમત દ્વારા આત્મવિશ્વાસ અને ટીમવર્કની જે ભાવના કેળવાય છે તે જીવનના દરેક તબક્કે કામ લાગે છે.

આ કેમ્પને સફળ બનાવવામાં સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કળથીયા અને નવનીત નશીતનો પણ મહત્વનો સહયોગ રહ્યો હતો. હવે ગુજરાતની આ દીકરીઓ ઓડિશાના મેદાનમાં જીત મેળવી રાજ્યનું નામ રોશન કરવા માટે થનગની રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic