Saturday, 31 October 2026

Tag: Women Empowerment

દેશ-દુનિયા

તમિલનાડુમાં ‘વેટ્ટ્રી પયનમ’ યોજનાનો પ્રારંભ, દરરોજ ૮૫ લાખ મહિલાઓ કરશે મફત બસ મુસાફરી!

ચેન્નઈ: તમિલનાડુમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક ઐતિહાસિક લોકકલ્યાણકારી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી જોસેફ વિજયે ગાંધી જયંતિના પાવન પર્વે ચેન્નઈના કોયમ્બેડુ બસ ટર્મિનલ ખાતેથી મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરી પૂરી પાડતી ‘વેટ્ટ્રી પયનમ’ (Vettri Payanam – વિજય યાત્રા) યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન મુખ્યમંત્રી […]

દેશ-દુનિયા

આ રાજ્યમાં હવે છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર કર્મચારીઓના ૨૦ ટકા પગારની થશે કપાત, જાણો વધુ

ગુવાહાટી: આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે મહિલાઓના હિત અને આર્થિક સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાયદેસરના છૂટાછેડા લીધા વિના પહેલી પત્નીને ત્યજી દઈને બીજા લગ્ન કરનાર અથવા અન્ય મહિલા સાથે રહેતા સરકારી કર્મચારીઓ સામે હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે, જો […]

દેશ-દુનિયા

મધરહુડ ગોલ્સ : સ્વીડનના પર્યાવરણ મંત્રી 3 મહિનાના માસૂમ બાળકને તેડીને પહોંચ્યા EU ની હાઈલેવલ મીટિંગમાં

લક્ઝમબર્ગ: કારકિર્દી અને માતૃત્વ (Motherhood and Career) બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય, તેનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સ્વીડનના પર્યાવરણ અને આબોહવા મંત્રી (Climate Minister) રોમિના પોરમોખ્તારીએ પૂરું પાડ્યું છે. ૩૦ વર્ષીય મહિલા મંત્રી ગુરુવારે લક્ઝમબર્ગ ખાતે યોજાયેલી યુરોપિયન યુનિયન (EU) ની અત્યંત મહત્વપૂર્ણ મંત્રી સ્તરની બેઠકમાં પોતાના માત્ર ત્રણ મહિનાના પુત્ર ‘આદમ’ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં સી.આર. પાટીલની ‘ચા ની ચુસ્કી’ સાથે કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ

સુરત: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પક્કડ મજબૂત કરવા કમર કસી છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબે સુરતના વોર્ડ નંબર ૨૩, ૨૪, ૨૮ અને ૨૯ ના કાર્યકર્તાઓ સાથે ‘ચા ની ચુસ્કી’ સાથે ગોષ્ટી અને આત્મીય સંવાદ કર્યો હતો. આ બેઠક આગામી ચૂંટણીના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં UCCના અમલીકરણની તૈયારી, ઉચ્ચ સ્તરીય સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યા અહેવાલના ત્રણ વોલ્યુમ

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ તરફ રાજ્ય સરકારે એક નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો વિસ્તૃત અને આખરી ડ્રાફ્ટ અહેવાલ સોંપ્યો છે. આ અહેવાલ ત્રણ વોલ્યુમમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદાકીય સમાનતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના ડો. હંસા કુંવરબા રાજનું બહુમાન, મુખ્યમંત્રીએ રાજ્ય મહિલા વિકાસ પુરસ્કારથી નવાજ્યા

આણંદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે આણંદ જિલ્લાના ફાળે એક મોટું ગૌરવ આવ્યું છે. જિલ્લાના અડાસ ગામના વતની અને જાણીતા સામાજિક કાર્યકર ડો. હંસા કુંવરબા રાજને તેમની મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ […]

દેશ-દુનિયા

“ભારતની પ્રગતિમાં નારી શક્તિની ભૂમિકા નિર્ણાયક”, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીનો સંદેશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતની મહિલા શક્તિના દૃઢ નિશ્ચય, અદભૂત સર્જનાત્મકતા અને અજેય સફળતાને સલામ કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને આકાર આપવામાં મહિલાઓની ભૂમિકા સતત વધી રહી છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અપ્રતિમ જુસ્સા સાથે યોગદાન આપી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ જિલ્લા પંચાયતનું બજેટ 2026-27 : પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રજૂ થયું અંદાજપત્ર

આણંદ: આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને જિલ્લાના વિવિધ ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની રૂપરેખા જાહેર કરવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

SPUમાં કેક-ચોકલેટ બનાવવાની વર્કશોપ થકી વિદ્યાર્થીનીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો પ્રયાસ

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા તાજેતરમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેક અને ચોકલેટ બનાવવાની કળા શીખવીને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો હતો. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં પોતાની ઉદ્યોગસાહસિકતા વિકસાવી શકે […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

મહિસાગરની નારીશક્તિ હવે બનશે ઉદ્યોગસાહસિક, BOB RSETI દ્વારા ‘ક્રિએટિવ જ્વેલરી મેકિંગ’ તાલીમનો પ્રારંભ

મહિસાગર: ગ્રામીણ ગરીબ પરિવારોની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને અને ઘરબેઠાં જ આવક મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે BOB RSETI (બરોડા આરસેટી) મહિસાગર દ્વારા ૧૪ દિવસીય “ક્રિએટિવ જ્વેલરી મેકિંગ” તાલીમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહિસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic