Wednesday, 7 October 2026
  • Home  
  • અદાલતી આદેશોના પાલનમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

અદાલતી આદેશોના પાલનમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP

ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક નિર્ણયોના અમલમાં થતા બિનજરૂરી વહીવટી વિલંબને દૂર કરવા અને સુશાસનને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને કડક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદાઓ મળ્યા બાદ તમામ વિભાગોએ […]

ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક નિર્ણયોના અમલમાં થતા બિનજરૂરી વહીવટી વિલંબને દૂર કરવા અને સુશાસનને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને કડક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદાઓ મળ્યા બાદ તમામ વિભાગોએ નિયત સમયમર્યાદામાં જ ટાઇમ-બાઉન્ડ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ એટલે કે અદાલતી અવમાનનાની પરિસ્થિતિ ટાળી શકાય.

કાયદા વિભાગના પરિપત્ર મુજબ, જો હાઈકોર્ટનો ચુકાદો રાજ્ય સરકારને સ્વીકાર્ય હોય તો નાણાં વિભાગ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ તેનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. પરંતુ જો વિભાગને ચુકાદા સામે અપર કોર્ટમાં અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયગાળામાં લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવાની રહેશે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ચુકાદા આવ્યા પછી ફાઈલોને પડતર રાખવાને બદલે ચોક્કસ સમયસીમામાં જ નિર્ણય લેવાનો છે. આ ઉપરાંત અપીલની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે ‘ઈ-સરકાર’ પ્રણાલીમાં તમામ સંદર્ભિત દસ્તાવેજો અને નોંધો સ્પષ્ટ હાઈપરલિંક સાથે અપલોડ કરવાના રહેશે, જેમાં સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટ જોડવી અનિવાર્ય બનાવાઈ છે.

આ નવી નીતિમાં સરકારે અધિકારીઓની જવાબદારી પણ સ્પષ્ટ કરી દીધી છે. જો નિયત સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી વહીવટી વિલંબ થશે અને તે માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો સંબંધિત વિભાગના વડાએ લાગુ નિયમો મુજબ કડક પગલાં ભરવાના રહેશે. કોઈ કારણોસર રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવા કે સેવા સંબંધિત માહિતિના અભાવે સમયસર આદેશનો અમલ શક્ય ન બને, તો વિભાગે હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ ‘મિસેલેનિયસ સિવિલ એપ્લિકેશન ફોર ટાઇમ એક્સટેન્શન’ દાખલ કરીને વધારાનો સમય માંગવાનો રહેશે. નવી SOP થી રાજ્યમાં કાનૂની આદેશોના અમલ, અપીલ અને સમયવધારા માટેની વહીવટી પ્રક્રિયા અત્યંત સુદ્રઢ અને ઉત્તરદાયી બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic