Sunday, 31 May 2026
  • Home  
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક, જાણો વધુ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - સૌરાષ્ટ્ર

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક, જાણો વધુ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અને ઉદ્યોગોને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વૈશ્વિક કટોકટી વચ્ચે રાજ્યમાં કોમર્શિયલ તેમજ ઘરવપરાશના પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની ઉપલબ્ધતા અને નવા જોડાણોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સર્વાંગી સમીક્ષા હાથ ધરી […]

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અને ઉદ્યોગોને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વૈશ્વિક કટોકટી વચ્ચે રાજ્યમાં કોમર્શિયલ તેમજ ઘરવપરાશના પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની ઉપલબ્ધતા અને નવા જોડાણોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સર્વાંગી સમીક્ષા હાથ ધરી હતી.

બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારો હોવા છતાં રાજ્યના સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ સરળતાથી મળી રહે તે માટે સરકારે ઝડપી કામગીરી કરી છે. ગુજરાત એનર્જી લિ. (GEL) દ્વારા ગત તા. ૧ થી ૧૭ માર્ચ દરમિયાન ટૂંકા ગાળામાં જ ગ્રાહકોને ૪૦ હજાર નવા D-PNG ગેસ કનેક્શન અને ૧૩ હજાર પુનઃ જોડાણ (Reconnections) આપ્યા છે. જ્યારે ૫૦૦ નવા વેપારી જોડાણ પણ ઈશ્યુ કરાયા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો બધી સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ મળીને આશરે ૮૫ હજાર D-PNG કનેક્શન અને ૧,૧૦૦ કોમર્શિયલ જોડાણ પુરા પાડ્યા છે.

જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે સરકારે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, હોસ્ટેલ, શાળાઓ અને ફેક્ટરીઓની કેન્ટીનને પ્રાથમિકતાના ધોરણે ગેસ જોડાણ આપવાની નીતિ અપનાવી છે. જેના ભાગરૂપે GEL દ્વારા ૧૧૦ અને અન્ય સ્થાનિક ગેસ કંપનીઓ દ્વારા ૨૨૫ કનેક્શન આવી સેવાભાવી સંસ્થાઓને ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતનું ગૌરવ એવા મોરબીના સિરામિક ઉદ્યોગ અંગે મોટો ખુલાસો કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને મોંઘા કાચા માલ તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે માર્ચ મહિનાના અંત સુધીમાં મોરબીના મોટાભાગના કારખાના સ્વેચ્છાએ બંધ થઈ ગયા હતા. ૩૧ માર્ચની સ્થિતિએ ત્યાં માત્ર ૮૩ કારખાના જ ચાલુ હતા.

પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચોટ માર્ગદર્શન હેઠળ સરકારે લીધેલા ત્વરિત નિર્ણયોથી મોરબીમાં ફરી તેજી પરત ફરી છે. સરકાર અને GEL ના સઘન પ્રયાસોથી માત્ર દોઢ જ મહિનાના સમયગાળામાં મોરબીમાં ચાલુ કારખાનાની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦થી વધુ થઈ ગઈ છે. વૈશ્વિક કટોકટીમાં સપ્લાય ચેઈન ન તૂટે તે માટે ભારત સરકારની સૂચના મુજબ મધ્ય પૂર્વ સિવાયના અન્ય વૈશ્વિક બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી હતી. GEL દ્વારા મોરબી સિરામિક એસોસિએશન સાથે બેઠક કરીને મે મહિના માટે ગેસના ભાવો સ્થિર રાખવાની ખાતરી અપાતા ઉદ્યોગકારોનો ભરોસો વધ્યો છે. હાલમાં મોરબીના ૮૬૫ જેટલા ઔદ્યોગિક એકમો GEL ના નેટવર્ક સાથે જોડાઈને ધમધમી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic