Wednesday, 2 September 2026
  • Home  
  • Ahmedabad : માત્ર રૂ. 250માં પશુઓના ગર્ભ પરીક્ષણ કરતી ‘પ્રેગ્નન્સી કિટ’, દરેક ગર્ભાવસ્થાએ થશે રૂ. 12,000 સુધીની માતબર બચત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Ahmedabad : માત્ર રૂ. 250માં પશુઓના ગર્ભ પરીક્ષણ કરતી ‘પ્રેગ્નન્સી કિટ’, દરેક ગર્ભાવસ્થાએ થશે રૂ. 12,000 સુધીની માતબર બચત

અમદાવાદ: ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન (Artificial Insemination) કરાવ્યા બાદ પશુ ગર્ભવતી છે કે નહીં તેની તપાસ માટે સામાન્ય રીતે ૯૦ થી ૧૨૦ દિવસ સુધી લાંબી રાહ જોવી પડતી હોય છે. આ તપાસ માટે પશુના રેક્ટમ (મળાશય)માં હાથ નાખીને ગર્ભ ચકાસવાની પરંપરાગત પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ હોવાની સાથે-સાથે પશુઓ માટે અત્યંત પીડાદાયક […]

અમદાવાદ: ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન (Artificial Insemination) કરાવ્યા બાદ પશુ ગર્ભવતી છે કે નહીં તેની તપાસ માટે સામાન્ય રીતે ૯૦ થી ૧૨૦ દિવસ સુધી લાંબી રાહ જોવી પડતી હોય છે. આ તપાસ માટે પશુના રેક્ટમ (મળાશય)માં હાથ નાખીને ગર્ભ ચકાસવાની પરંપરાગત પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ હોવાની સાથે-સાથે પશુઓ માટે અત્યંત પીડાદાયક અને તણાવપૂર્ણ હોય છે. કેટલીકવાર આ પ્રક્રિયા દરમિયાન પશુઓમાં ગર્ભપાત થવાનું જોખમ પણ રહેતું હોય છે. અબોલ પશુઓની આ અસહ્ય પીડાનો કાયમી અંત લાવવા માટે અમદાવાદના એક પ્રોગ્રેસિવ સ્ટાર્ટઅપે ક્રાંતિકારી સંશોધન કર્યું છે. અમદાવાદની સંસ્થા ‘બિગનેનો વેન્ચર્સ’ (Bignanow Ventures) ના કો-ફાઉન્ડર સુશ્રી કોમલ કલંત્રીએ પશુઓ માટે એક અદભુત ‘બૉવાઇન અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ’ (Bovine Early Pregnancy Detection Kit) તૈયાર કરી છે.

બાયોટેકનોલોજીનો અભ્યાસ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રે એક દાયકાનો વ્યાપક અનુભવ ધરાવતા કોમલ કલંત્રી જણાવે છે કે, “જો મનુષ્યો માટે ઘરે બેઠા વહેલી અને પીડામુક્ત તપાસ શક્ય છે, તો અબોલ પશુઓ માટે કેમ નહીં? બસ, ગૌશાળામાં પશુઓની પીડા જોઈને આ જ વિચાર સાથે અમે સંશોધન શરૂ કર્યું હતું.”

આ હોમ-ટેસ્ટિંગ કિટ પશુપાલકો માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે. પરંપરાગત પદ્ધતિમાં તપાસ માટે ૩ થી ૪ મહિનાનો એટલે કે ગર્ભકાળનો લગભગ ૪૦ ટકા જેટલો કિંમતી સમય વેડફાઈ જાય છે, જેની સીધી નકારાત્મક અસર પશુના સ્વાસ્થ્ય અને ખેડૂતના ખિસ્સા પર પડે છે. જ્યારે આ નવી કિટ માત્ર ૨૮ થી ૩૫ દિવસમાં જ ૯૯ ટકા સુધીનું સચોટ પરિણામ આપે છે. આ ટેક્નોલોજીના કારણે પશુ વહેલું નિદાન પામતા, બાકીના ૬૦ થી ૯૦ દિવસ સુધી પશુ પાછળ થતો બિનજરૂરી ચારા અને માવજતનો દૈનિક ખર્ચ બચી જાય છે. આમ, પશુપાલકોને પશુદીઠ કુલ રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ સુધીનો સીધો મોટો ફાયદો થાય છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવાની રાજ્ય સરકારની નીતિ આ સંશોધનમાં મહત્વની સાબિત થઈ છે. ગુજરાત સરકારની SSIP 2.0 (Student Startup and Innovation Policy) અંતર્ગત i-Hubની ‘સૃજન સીડ સહાય યોજના’ હેઠળ બિગનેનો સ્ટાર્ટઅપને તેના ઉત્કૃષ્ટ સંશોધન અને વિસ્તરણ માટે રૂ. ૧૦ લાખની પ્રોત્સાહક સહાય મંજૂર કરવામાં આવી છે.

આ કિટની સફળતા અને સચોટતાને જોતા જ ગુજરાતની વિશ્વપ્રસિદ્ધ ‘અમૂલ’ (Amul) ડેરી સાથે બિગનેનો વેન્ચર્સ સત્તાવાર રીતે એમ્પેનલ્ડ થઈ ચૂક્યું છે. આ સિવાય તાજેતરમાં જ હરિયાણામાં નવીન જિંદલ ગ્રૂપ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે. દેશની અગ્રણી ડેરીઓ અને મિલ્ક યુનિયનોના સહયોગથી ગામડાઓમાં સ્પેશિયલ ફિલ્ડ કેમ્પ્સ યોજીને પશુપાલકોને આ અદ્યતન ટેક્નોલોજી વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યો સહિત સરહદ પાર નેપાળના પશુપાલકો પણ ડિજિટલ ઇન્ડિયાના આ પ્રયોગનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે.

આ ટેસ્ટ માટે પશુના કાન, પૂંછડી કે ગળા પાસેની નસમાંથી હોસ્પિટલની જેમ જ લોહીનું માત્ર એક ટીપું (Blood Drop) લેવામાં આવે છે. આ લોહીના ટીપાને પ્રેગ્નન્સી કિટ પર મૂકી તેમાં બફર કેમિકલના બે ટીપાં ઉમેરવાના રહે છે. લોહી મૂક્યાના માત્ર ૫ થી ૧૦ મિનિટમાં જ પશુ ગર્ભધારણ કરી ચૂક્યું છે કે નહીં તેનું લાઈવ પરિણામ સ્ક્રીન પર દેખાઈ જાય છે.

  • ઝડપી ટેસ્ટ: માત્ર ૨૮ થી ૩૫ દિવસમાં સચોટ રિપોર્ટ.
  • સમયની બચત: જૂની રીત કરતા ૭૦ દિવસ વહેલી ખબર પડે.
  • માતબર બચત: દરેક સફળ ગર્ભાવસ્થાએ ખેડૂતને રૂ.૧૦,૦૦૦થી રૂ.૧૨,૦૦૦નો આર્થિક ફાયદો.
  • સ્વસ્થ પશુ ધન: પશુઓના માનસિક તણાવમાં ઘટાડો થાય છે, જેનાથી દૂધની ક્વોલિટી અને ડેરીની ક્ષમતા વધે છે.

સંસ્થા દ્વારા શરૂઆતમાં હજારો ખેડૂતોને આ કિટ મફત વહેંચવામાં આવી હતી જેથી તેઓ ટેક્નોલોજીનો પાવર સમજી શકે. ભવિષ્યમાં પશુઓમાં જોવા મળતા જીવલેણ રોગો જેવા કે બ્રૂસેલા, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ – FMD (ખરવા-મોવા), ટીબી (TB) અને મેસ્ટાઇટિસ (આંચળનો સોજો) ના ઘરબેઠા નિદાન માટે પણ આવી જ સેલ્ફ-ટેસ્ટિંગ કિટ્સ બનાવવાનું પ્લાનિંગ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic