Sunday, 19 April 2026
  • Home  
  • મહિસાગરની નારીશક્તિ હવે બનશે ઉદ્યોગસાહસિક, BOB RSETI દ્વારા ‘ક્રિએટિવ જ્વેલરી મેકિંગ’ તાલીમનો પ્રારંભ
- ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત

મહિસાગરની નારીશક્તિ હવે બનશે ઉદ્યોગસાહસિક, BOB RSETI દ્વારા ‘ક્રિએટિવ જ્વેલરી મેકિંગ’ તાલીમનો પ્રારંભ

મહિસાગર: ગ્રામીણ ગરીબ પરિવારોની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને અને ઘરબેઠાં જ આવક મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે BOB RSETI (બરોડા આરસેટી) મહિસાગર દ્વારા ૧૪ દિવસીય “ક્રિએટિવ જ્વેલરી મેકિંગ” તાલીમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહિસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન […]

મહિસાગર: ગ્રામીણ ગરીબ પરિવારોની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને અને ઘરબેઠાં જ આવક મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે BOB RSETI (બરોડા આરસેટી) મહિસાગર દ્વારા ૧૪ દિવસીય “ક્રિએટિવ જ્વેલરી મેકિંગ” તાલીમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહિસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન એન. ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે DDO યુવરાજ સિદ્ધાર્થે તાલીમાર્થી મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં માત્ર વસ્તુ બનાવવી પૂરતી નથી. તેમણે મહિલાઓને શીખવેલી કળાને વ્યાવસાયિક રૂપ આપવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ (Amazon, Flipkart, વગેરે) અને જિલ્લા કક્ષાના પ્રદર્શન-મેળાઓનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. આધુનિક માર્કેટિંગ પદ્ધતિઓ અપનાવવાથી જ મહિલાઓ આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકશે.

જિલ્લા વિકાસ અધિકારીએ RSETI મહિસાગરની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા તાલીમ કાર્યક્રમોથી ગ્રામીણ યુવાનો અને મહિલાઓનું શહેરો તરફ થતું સ્થળાંતર ઘટશે. આ તાલીમ દ્વારા જિલ્લાની મહિલાઓને આવકનો એક નવો સ્ત્રોત પ્રાપ્ત થશે. માસ્ટર ટ્રેનર મીનાબેન પટેલ દ્વારા તાલીમાર્થીઓને જ્વેલરી મેકિંગની ઝીણવટભરી કળાઓ અને ડિઝાઈન્સ વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.

RSETI ના નિયામક ભાનુ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે સંસ્થા માત્ર તાલીમ આપીને અટકતી નથી, પરંતુ તાલીમ પૂર્ણ કર્યા બાદ જો કોઈ મહિલા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હોય, તો તેને બેંક લોન મેળવવામાં અને બિઝનેસ પ્લાન બનાવવામાં પણ પૂરતો સહયોગ આપવામાં આવશે.

આ પ્રસંગે DLM પરેશ પટેલ અને RSETI નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, જેઓ ગ્રામીણ ઉત્થાન માટે કટિબદ્ધતા દાખવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic