Sunday, 31 May 2026
  • Home  
  • SPUમાં કેક-ચોકલેટ બનાવવાની વર્કશોપ થકી વિદ્યાર્થીનીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો પ્રયાસ
- ગુજરાત - મધ્ય ગુજરાત

SPUમાં કેક-ચોકલેટ બનાવવાની વર્કશોપ થકી વિદ્યાર્થીનીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો પ્રયાસ

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા તાજેતરમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેક અને ચોકલેટ બનાવવાની કળા શીખવીને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો હતો. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં પોતાની ઉદ્યોગસાહસિકતા વિકસાવી શકે […]

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા તાજેતરમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેક અને ચોકલેટ બનાવવાની કળા શીખવીને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો હતો. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં પોતાની ઉદ્યોગસાહસિકતા વિકસાવી શકે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં હોમ સાયન્સ વિભાગમાં જ અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ કું. પુષ્ટિ શાહ અને કું. સદફ સૈયદ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તેઓએ સહભાગીઓને વિવિધ પ્રકારની કેક અને ચોકલેટ બનાવવાની ઝીણવટભરી રીતો શીખવી હતી. આ કાર્યક્રમમાં ૨૫ થી વધુ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નવીન વાનગીઓ બનાવવાની તાલીમ મેળવી હતી.

આ સમગ્ર વર્કશોપનું આયોજન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો. નમ્રિતા કોલા, મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડો. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાએ મહત્વનો સહયોગ આપ્યો હતો. યુનિવર્સિટીના આ પ્રયાસથી વિદ્યાર્થીનીઓ શિક્ષણની સાથે સાથે વ્યવહારુ કૌશલ્ય શીખીને આર્થિક રીતે સ્વતંત્ર બનવા તરફ પ્રેરિત થઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic