Sunday, 31 May 2026
  • Home  
  • શિનોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
- ગુજરાત - મધ્ય ગુજરાત

શિનોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

શિનોર (વડોદરા): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતમાં મંડલ અને વસ્તી સ્તરે વિરાટ હિન્દુ સંમેલનોના આયોજન થઈ રહ્યા છે. આ શ્રેણી અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર મંડલનું ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન જે.સી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં શિનોર મંડલના વિવિધ ગામોમાંથી હિન્દુ સમાજના ભાઈઓ, યુવાનો અને માતાઓ […]

શિનોર (વડોદરા): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતમાં મંડલ અને વસ્તી સ્તરે વિરાટ હિન્દુ સંમેલનોના આયોજન થઈ રહ્યા છે. આ શ્રેણી અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર મંડલનું ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન જે.સી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં શિનોર મંડલના વિવિધ ગામોમાંથી હિન્દુ સમાજના ભાઈઓ, યુવાનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માલસરના સુપ્રસિદ્ધ કથાકાર અને સત્યનારાયણ મંદિરના મહંત જગન્નાથ દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ હિન્દુ ધર્મની એકતા અને ધર્મની રક્ષા માટે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગૌ સંવર્ધનનું મહત્વ સમજાવી ગાયોની સેવા અને રક્ષણ કરવાની વાત કરી હતી.

મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લા સામાજિક સદભાવ સંયોજક જીગર પંડ્યાએ સંઘના શતાબ્દી વર્ષના લક્ષ્યો અને કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે સમાજમાં ‘પંચ પરિવર્તન’ લાવવા માટે પાંચ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:

  • સામાજિક સમરસતા: જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતા સ્થાપવી.
  • કુટુંબ પ્રબોધન: પરિવારોમાં સંસ્કારોનું સિંચન કરવું.
  • પર્યાવરણ: પ્રકૃતિનું જતન અને સંવર્ધન.
  • નાગરિક શિષ્ટાચાર: જવાબદાર નાગરિક તરીકે શિસ્તબદ્ધ જીવન જીવવું.
  • સ્વ આધારિત જીવન: સ્વાવલંબન અને સ્વદેશી ભાવના કેળવવી.

શિનોરના સ્થાનિક યુવાનો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. આ સંમેલને શિનોર પંથકમાં હિન્દુ સંગઠન અને સામાજિક જાગૃતિનો નવો સંચાર કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic