Friday, 30 October 2026
  • Home  
  • વડોદરા SOGનો સપાટો : મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા SOGનો સપાટો : મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો

વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરાવવાના અભિયાનના ભાગરૂપે, શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, SOG પોલીસને બાતમી મળી હતી કે કારેલીબાગ, મચ્છીપીઠ નાકા […]

વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરાવવાના અભિયાનના ભાગરૂપે, શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે, SOG પોલીસને બાતમી મળી હતી કે કારેલીબાગ, મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળે રહેતો રફીક ઇકબાલ મલેક તેના ઘરમાં MD ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખી ગ્રાહકોને છુટકમાં વેચાણ કરે છે.

બાતમીની હકીકતને આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન પોલીસે મહંમદરફીક ઇકબાલભાઈ મલેક નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી કુલ ૫૮ ગ્રામ ૭૦૦ મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹૧,૭૬,૧૦૦ આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ ₹૧,૯૬,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ આરોપી મહંમદરફીક ઇકબાલભાઈ મલેક વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુનામાં અન્ય એક ઇસમ પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. SOG હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં ડ્રગ્સના નેટવર્કના અન્ય ક્યા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic